________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
આવે ઘેલી થવાની જ. હાજત થતાં સંડાશ વિગેરે સ્થલેએ જઈને, પાછી મલીન થવાની જ. જ્યારે રેચ વિગેરે લાગશે ત્યારે તેની શુદ્ધિ કરતાં પણ કંટાળે આવવાને જ. પાણી દ્વારા કરેલી શુદ્ધતા ક્યાં સુધી રહેવાની? તે તે તમે જાણે છે જ. માટે પાણીથી જ કાયાની શુદ્ધિ થશે, આ માન્યતા તમારી બ્રમણાજનક છે. માટે આત્માની શુદ્ધિ કરવા લક્ષ દેવાની જરૂર છે. અહિંસા, બ્રહ્મચર્ય, તપસ્યા અને સંયમની રીતસર આરાધના કરવાથી આત્માની, તેમજ શરીરની શુદ્ધતા પણ આવી મળશે. ફક્ત જલ રેડવાથી શુદ્ધિ થશે નહિ. આમ સમજી, સત્ય શુદ્ધિ ક્યા કારણે દ્વારા થાય છે તે બરાબર જાણી, તે સાધનને આદર કરો. જ્યારે જરા કે આઘાત લાગતાં, આયુષ્ય ખતમ થશે ત્યારે આત્મા એક ક્ષણ માત્ર પણ રહેશે નહિ. અને મલીનતા યોગે જે ખરાબ વાસના અને સંસ્કારો પડ્યા છે. તે સાથે લઈને જ પરલોકે જશે ત્યારે, તમે કયારે આત્મિક શુદ્ધિ કરશે. અમૂલ્ય અવસરને કાયાની શુદ્ધિ કરવામાં વ્યતીત કર્યો, અને આત્માની શુદ્ધિ કરવાનું ભાન રહ્યું નહિ. તેથી જન્મ. જરા અને મરણના કષ્ટોએ પીછે મૂક્યા નહિ. અને અનંતા દુઃખે સહન કરવાને અવસર આવ્યું. અનંત શક્તિને સ્વામી આ કાયામાં વસેલે છે. કાંઈ દૂર નથી. માટે તેને વિવેક લાવી, અગર ગુરૂગમને ગ્રહણ કરવા પૂર્વક શુદ્ધ કરવા માટે બે ઘડી પણ વખતને કાઢે. વધારે વખત લેવામાં આવે તો ઘણું સારું. પણ બે ઘડી તો જરૂર મન, વચન.
For Private And Personal Use Only