________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
ત્યાગ કરી, સદુપયોગ થાય તે સંતાપ, પરિસ્તા પાદિ થાય નહિ. પેટ પરિવારાદિકની ચિન્તા કરવાની પણ રહેશે નહિ. કારણ કે જે મમત્વનો ત્યાગ કરી, ધાર્મિક કાર્યોમાં તત્પર બને છે તેઓને પ્રતિકુળતા રહેતી નથી. અરે દેવતાઈ વૈભવ મલે તે, પેટ પરિવાર વિગેરે સાધને ન મળે ? જરૂર મળે છે. એમાં શંકા રાખવા જેવી નથી. શ્રદ્ધાના આધારે શુભ કાર્યો કરશે તે પુણ્ય, ભાગ્ય સારી રીતે વધવાનું અને પુણ્યના ભેગે અનુકુલતા રહેવાની જ. અનુકુલતા જ્યારે હોય છે ત્યારે ચિન્તા, સંતાપાદિ થતા નથી. માટે યુવાવસ્થામાં ધર્મકરણી પણ સાથે સાથે કરી લે. ધર્મકરણીના આધારે જુવાની સાર્થક થાય છે. આ જુવાની ધમકરણ કરવાની મોસમ છે. વૃદ્ધાવસ્થામાં થવી શક્ય છે. માટે આવતી કાલનો જે વિશ્વાસ રાખે છે, તે ભરેસે રાખવા જેવું જ નથી. વૃદ્ધાવસ્થામાં શક્તિ-સ્મૃતિ, ઓછી થાય છે. તેવી અવસ્થામાં મનની મનમાં રહી જશે. પસ્તાવાને પાર રહેશે નહિ. માટે ગુરુ કહે છે કે, આળ પંપાળને ત્યાગ કરીને ચેતે. મળેલી આ યુવાવસ્થાની મોસમ પુનઃ મળવી અશક્ય છે.
એક ધનાઢ્ય વૈભવવાળા શેઠની માફક–એક નગરમાં એક શ્રીમંત કરડે પતિ હતા. ધનની આવક લાખની હતી. છતાં સતિષના અભાવે પાપારના કાર્યો કરી, અધિકાધિક દોલતને મેળવી, બહુ ખુશી થતું. કોઈ મુનિવર્ય કે વ્રતધારી શ્રાવક ઉપદેશ આપે ત્યારે કહે કે, અત્યારે ધનને મેળવવાની મેસમ છે. ઘડપણમાં મેળવી શકાશે નહિ.
For Private And Personal Use Only