________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
ગામ વિગેરે પણ જોઈ શકાતા નથી. સારી વસ્તુઓ ઘરમાં આવે, અગર વસ્ત્ર, આભૂષણે પહેરવામાં આવે છે, ધમધમાટ કરવામાં બાકી રાખતો નથી. દિવસે તે કઈ સ્થળે જઈ શકાશે નહિ. પણ રાત્રીએ વિદ્યાના પ્રભાવે જઈ શકીશું. માટે આપણે સસર–પતિઓ વિગેરે નિદ્રાવશ થાય ત્યારે જવું. આમ વિચાર ગોઠવી, જ્યારે સઘળ પરિવાર ઉંધી ગમે ત્યારે, એક સુકા લાકડા ઉપર બેસી, વિદ્યા ગણું, અને સુવર્ણ દ્વિીપમાં જવાની ઈચ્છા હોવાથી તે સ્થળે પહોંચી. ત્યાં જોવાલાયક સ્થલેને દેખી પાછી જલ્દી ઘેર આવીને નિદ્રાવશ બનતી ઉંઘી જતી, જ્યારે મોડી ઉઠતી ત્યારે તે શેઠ, ધમધમાવતે હતે; પણ સારી સારી નગરીમાં સુંદર વસ્તુઓ અને જગ્યાએ જોવામાં આનંદ પડતો હોવાથી, ગણકારતી નહોતી. ભલેને બોલ્યા કરે. આપણે તે જેમ કરતા હતા તેમ કરીશું. આમ વિચારી શાંતિમાં રહેતી.
એક દિવસ રતનદ્વિીપ જેવાની ભાવના થઈ. તેથી, તે વધુ રત્નાદ્વીપમાં ગઈ. આ દ્વીપમાં જોવાલાયક સ્થળે તથા વસ્તુઓને દેખી, બે ત્રણ કલાકમાં વિદ્યાના પ્રભાવે પાછી ઘરમાં આવીને સૂઈ જઈ જતી. આ મુજબ દરરોજ જુદા જુદા સ્થલેમાં ગમન કરી આનંદપૂર્વક જીવન ગુજારતી. ઘરમાં આવેલ હજામ, લાકડાને કેશરના છાંટા અને ધૂપની સુગંધીવાળું દેખી વિચાર કરવા લાગ્યું કે, આ લાકડા ઉપર બેસી પુત્રવધુઓ બહાર ફરવા જતી હશે.
For Private And Personal Use Only