________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭.
વારે તહવારે પણ મેવા મીઠાઈને પુત્રે લાવતા, અગર પુત્રવધુએ મનહર રસાઈને બનાવતી ત્યારે ક્રોધાતુર બનીને ઘણે ઠપકો આપતે. અને કહે કે, તમને તે ખાવાપીવામાં મજા પડે છે. પણ પિસાઓ કેવા પ્રયાસો કરવાથી પ્રાપ્ત થાય છે તેની ખબર છે ? ફક્ત ખાઈપીને મસ્તાન બનીને મહાલવું. ખબરદાર? જો આવે, ખાવાપીવામાં ખરચ કરશે તે તમારી બરાબર ખબર લેવામાં આવશે. આ મુજબ ધમધમાવતે હાવાથી સગાંવહાલાં કંટાળી ગયા. આ કૃપણ શેઠ, ચૌટામાં વેપાર કરવા જાય તે પણ ઘર તરફની ચિન્તા કરતા જાય. રખેને વધુ પિયરમાં કે મે સાળમાં, ઘરમાંથી કઈ વસ્તુ આપી દે. આવી આવી ફિકરના ગે જલ્દી પાછો ઘેર આવીને તપાસ કરી, પાછા બજારમાં ગમન કરત. એકદી, એક સિદ્ધગિની આકાશ માર્ગે સ્વવિદ્યાના પ્રતાપે જઈ રહેલ છે. તેવામાં પુત્રવધુઓને અફસેસ કરતી દેખી, નીચે આવીને પુછવા લાગી કે, તમે કેમ સંતાપ-વલોપાત કરો છો? તેણીઓએ સઘળી વીતક વાત કહી. તેથી દયા આવવાથી, તે વધુઓને આકાશગામિની વિદ્યા આપી. અને કહ્યું કે, તમો એક સુકા લાકડા ઉપર બેસી આ વિદ્યા ગણશે ત્યારે, જ્યાં જવું હશે ત્યાં જઈ શકશે. આ પ્રમાણે કહી, તે એગિની આકાશમાર્ગે ચાલી ગઈ. હવે પુત્રવધુઓ એકત્ર થઈને વિચાર કરે છે કે, આ સસરો કોઈ જગ્યાએ જવા દેતે નથી. તથા કેઈને મળી શકાતું નથી. તેમજ વિવિધનગર,
For Private And Personal Use Only