________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
પણ વધતી રહી. વરાધ. ઝાડે, દાંત આવવા. તાવે પણ કષ્ટ આપવામાં બાકી રાખી નહિ. તથા બાલપણામાં રમતગમતમાં તથા મેવા મીઠાઈમાં મગ્ન બન્યા. તે અવસ્થામાં માતપિતાની પરાધીનતા પણ ગઈ નહિ. ત્યારબાદ નિશાળ પઠશાળામાં તથા કેલેજમાં વ્યાવારિક–સાંસારિક કેળવણું લેવા ઘણે પ્રયાસ કર્યો. યુવાવસ્થામાં યુવતી સાથે વિષય સુખમાં આસક્ત બન્યું. અને આ લેકમાં પણ આધિ વ્યાધિની વિડંબના દૂર કરનાર જે ધર્મ છે, તેને ભૂલી ગયે. ફક્ત પૈસાઓને પાપાર કરીને તથા પ્રયત્ન કરવા પૂર્વક મેળવવામાં જ રાચી માચી રહ્યા, છતાં મલ્યા ખરા, પણ રહ્યા નહિ. ભાગ્યે દયે પૈસાઓ પ્રાપ્ત થાય, પણ સાથે સાથે તેનું રક્ષણ કરવાનું પણ પુણ્ય-ભાગ્ય જોઈએ. તથા તેના ભગવટામાં પણ પુણ્ય-ભાગ્યની જરૂર તે છે જ. આ સિવાય મેળવેલા પૈસાનું રક્ષણ અને ભગવટે થ અશક્ય છે. માટે સઘળી ઈચ્છાઓ સફલ કરવી હોય તે ધર્મની આરાધના કરવા તત્પર બનવું જોઈએ. ધર્મની આરાધના કર્યા વિના, ફક્ત ધન માટે રાત દિવસ પ્રયાસ કરશે તે, આશા અધુરી રહેવાની જ. અને પાદિયે અનેક વિપત્તિઓ આવી વળગવાની. કોઈક વેલાએ મરણ પણ થાય.
સાગર શેઠની માફક-સાગર શેઠની પાસે ચૌદ કરોડ સોનામહોર તથા સ્થાવર મિલ્કત પુક્કલ હતી. છતાં ધનની ઈચ્છા અધિક જેરમાં આવતી. પોતાના ઘરમાં પુત્રે તથા પુત્રવધુઓને સારા કીંમતી વસ્ત્રાભૂષણ પહેરવા દે નહિ.
For Private And Personal Use Only