________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
તિય ચ જેવા કે પશુપ`ખી થાય છે. અગર નારકી બની અસહ્ય યાતના-દુઃખોની વિડ બનાઆને સહન કરતા, પોકારો પાડતાં મળેલ ભવ વીતાવવા પડે છે. પશુપ'ખીના ભવમાં કેવી અસહ્ય પરાધીનતા રહેલી છે, તે તમા સાક્ષાત્ નિહાળા છે. માટે આવી હલકી ભૂમિકા, ચેોનિમાં જવાય નહી, અને મનુષ્ય, સ્વર્ગો વિગેરેની ઉચ્ચ ભૂમિકા મળે, તે માટે ભગવંત અરિહંતની સેવા, ભક્તિ, ભજનાદિકના યાગે શુભ સસ્કારીને આત્મા સાથે આતપ્રાત કરી. આએ જન્મ ધારણ કર્યાં, તેઓને જરૂર પરલેાકે જવું જ પડશે. દરેક પ્રાણીએ અમરપટ્ટો લઈ ને આવેલ નથી. છતાં સારી ભાવનાના ચાગે શુભ સંસ્કારો પડેલ હાવાથી અમરપટ્ટો આ મનુષ્ય ભવમાં જ મળી શકે છે. અને પરમપદની પ્રાપ્તિની પણ અ‘િઆ જ તૈયારી કરી શકાય છે. તે સ્મરણમાં રાખીને, એવી કરણી કરે કે નીચ ગતિના બારણા બંધ થાય. વિષય સુખા તે સાધ્ય નથી, પણ ત્યાગ કરવા લાયક છે આમ વિચારી, જલકમલવત્ નિર્દેલ મનવા પ્રયત્ન કરવાની જરૂર છે. પ્રભુની સેવા-ભક્તિ અને ભજનનાં ચેગે જ સારી ભાવના ઉત્પન્ન થશે. તે ભાવનાના યોગે શુભ સંસ્કાર પડશે. શુભ સંસ્કારા આત્મામાં પાડવા તેજ સત્ય કમાણી છે. અને મૂડી છે. દુન્યવી મૂડીના ચાગે કરેલ કમાણી તે અહિં આ જ પડી રહેશે. સાથે આવશે નહિ. સાથે આવનાર તેા પુણ્ય પાપના વ્યાપારા દ્વારા પડેલ શુભ અશુભ સૌંસ્કારે છે. આમ સમજી શુભ સંસ્કારની સારી
For Private And Personal Use Only