________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
પહેલાં ધર્મની આરાધનાના ગે પુણ્યના કાર્યો કરે છે, જેથી સંતાપ વિગેરે થશે નહિ. આ મુજબ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તે, રાવણ જેવી દશા આવી લાગશે. રાવણની પાસે ભરતખંડના ત્રણ ખંડની સત્તા તથા સાહ્યબી, વૈભવ હતો. ને શત્રુઓને પરાજ્ય કરવા ચક વિગેરે અસ્ત્ર શસ્ત્રો હતા. અને મહાવિદ્યાઓની પણ સાધના કરેલી હોવાથી તે હાજરા હજુર હતી. મંદદરી પ્રમુખ ઘણું મહારાણીઓ હતી, છતાં મહા સતી સીતાજીમાં મુગ્ધ બન્યા. સીતાજીને ખુશ કરવા વિવિધ ઉપાયે કર્યા. અરે પગમાં પડ્યો. આ કેવી વિષયની ઘેલછા ? આવા મહાન રાજાઓ પણ, મૂછો મરડી, હર્ષઘેલા બની તથા સાહ્યબીના ગુમાનમાં ને ગુમાનમાં બીજાઓને ગાળ દેતા, તિરસ્કાર–ધિક્કાર વિગેરે કરતાં મરણને શરણ થયા છે. તે પછી તમારું ગજુ શું? માટે સમજીને આત્મકલ્યાણ થાય તે માર્ગ સ્વીકારે તેજ જીવની સફલતા છે. અને સાર્થકતા છે. હેડીમાં જીવનને ખલાસ કરે નહિ. રજની થોડી ને વેશ ઝાઝા. આયુષ્ય એળે ગુમાવે નહિ. આયુષ્ય અલ્પ છે અને કાર્યો ઘણું કરવાના છે. માટે આયુષ્ય હોય ત્યાં સુધી સંસારની વિષય સુખની મીઠાશનો ત્યાગ કરી, ધર્મની આરાધના સાધી લે? વારે વારે ધર્મક્રિયાઓ કરવાને દાવ–લાગ મળવો દુષ્કર છે. તેમજ અશક્ય પણ છે કારણ કે સાંસારિક વિષય વિલામાં મુગ્ધ માણસે, અજ્ઞાનતાના યોગે એકેન્દ્રિયની ચિનીમાં જઈ પટકાય છે. અગર મહાપાપારંભના મેગે,
For Private And Personal Use Only