________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
કવિવર્ય કહે છે કે, કેવલજ્ઞાનીએ બતાવેલ ધર્મના માર્ગે ચાલ્યા વિના પરિતાપ, સંતાપ વિગેરે ટળશે નહિ. અને સાચા સુખની ચાહના દરરેજ કરી રહેલા છે તે ચાહના - અભિલાષા ક્યાંથી ફલીભૂત થશે? ઘણાએ ભાગ્યશાલીઓએ ભોગ વિલાસો કર્યા છે પણ તેમાં સાચા સુખને લલશ દેખ્યો નહિ ત્યારે કેવલી ભગવાને દર્શાવેલ માર્ગે ચાલી, દુઃખોથી મુક્ત બની સાચા સુખના સ્વામી બન્યા છે. તમે પણ તે સન્માર્ગે ચાલશે તે સંતાપ, પરિતાપાદિકથી મુક્ત બનશે. સત્ય સુખના ભક્તા બનશે.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, બાળક, યુવાન કે વૃદ્ધને અન્ય જનનું શરણું લેવાની ઈચ્છા થાય છે. સંસારની મુસાફરીમાં સહારો હોય તે જ, મુસાફરી, સરલતા-સુગમતાએ કરી શકાય છે. અને ઈષ્ટ સ્થલે પહોંચાય છે. તેની માફક મોક્ષનગરીમાં જવા માટે, અરિહંત ભગવાનની સહાયતા-શરણું લીધા સિવાય ઈષ્ટ, મેક્ષનગરે સુગમતાએ પહોંચી શકાતું નથી. માટે પ્રથમ જીનેશ્વરનું શરણુ–સહારો ગ્રહણ કરે. તેને ઉપદેશ આપતા બારમા પદના કાવ્ય દ્વારા ફરમાવે છે કે(૧) ભજન કર મન ભજન કર, મન,
ભજન કર ભગવંત રે; મૃત્યુ માથે ગાજતું તુજ, મનમાં શું હરખંત રે,
ભજન કર મન ભજન કર મન. ૧
For Private And Personal Use Only