________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
એટલે તમારી નજરમાં આવે નહિ તેવી રીતે ઉદ્યમ તે કરી રહેલા છે જ, માટે સુખશાંતિ સાથે જીંદગાની પસાર કરવી હાય તા ધાર્મિક કાર્યો કરવાના પુરુષા કરો. કાળના ઝપાટા શરીર ઉપર વાગે છે. પણ આત્મા ઉપર તેનું ઝેર ચાલતું નથી જ. માટે આત્મશુદ્ધિ માટે પણ વખત કાઢી, ઉદ્યમ કરવાની જરૂર છે. સદ્યમ કરશે નહિ. અને માજ મજામાં, ભાગ–ઉપલેાગના વિલાસેામાં જીવન વ્યતીત કરવામાં આવશે તે પરોપકારાદિક પુણ્યના કાર્ય કરવાના વખત કયાંથી મેળવશે ? ભાગ-ઉપભાગના વિલાસાની સાથે ધાર્મિક કાર્યોના અત્યારના વિરોધ નથી. પણ અનાદિકાલના છે. વિલાસામાં રાચી માચી રહેલાઓ જ્યારે કાળના ઝપાટ વાગવાની તૈયારીમાં હાય છે. ત્યારે માત, પિતા, પત્ની, પુત્ર વિગેરે સ્વજનવ સન્મુખ જોયા કરે છે. તેમજ પાતે પાપા કરીને અંધાવેલ, મકાન, મહેલ, સત્તા, સંપત્તિ વિગેરેને દેખી ગાઢ વલોપાત, ચિન્તા, સંતાપ કરતા હોય છે. છતાં તે દુ:ખમાં કે સ`કટમાંથી ભાગ પડાવતા નથી. તેની સન્મુખ ટગમગ જોતાં કે મીંટ માંડીને જોતાં કાળ કાળી કરી જાય છે. તે તે તમારી અનુભવની બીના છે. તા તમાને તે કાળ કયાંથી બાકી રાખશે. તમારા જેવાં કે વૃદ્ધ યુવાન કે બાળકને પણ કાળના ઝપાટા છેડતા નથી. માટે કાળને ઝપાટા વાગે નહિ તે પહેલાં શ્રી બુદ્ધિસાગર; જ્ઞાનના દરિયા-રૂપ કેવલજ્ઞાનીએ દર્શાવેલ માર્ગે ચાલ ? સદ્ગુરુ શ્રીબુદ્ધિસાગરજી
For Private And Personal Use Only