________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
થયા. કાળ આવે છે ત્યારે વિધૃતિ કે વ્યતિપાતને દેખતે નથી. વિલંબ વિના પ્રાણને ખતમ કરે છે. એકલાને પુણ્ય અને પાપના સંસ્કાર લઈને પરલેકમાં જવું પડે છે. માટે કાળ, ઝપાટો લગાવે તેની પહેલાં પરોપકાર જે પુણ્યના કારણો છે. અને ધાર્મિક ક્રિયાઓ જે આત્મશુદ્ધિના કારણે છે. તે સઘળા પ્રમાદને ત્યાગ કરવાપૂર્વક સાધી લે. તે સઘળા કારણેને સાધી લઈશ તે જ પરલેકમાં અને આ લેકમાં આશાને પૂર્ણ કરવાના અનુકુલ સાધને મળી રહેશે. જેવાં બીજ વાવ્યા હોય તેવા ફળ મળે છે. બંટી વાવી હોય તે બાજરી કયાંથી મળે? બાવળીઓ વાવવાથી આંબા મલે નહિ જ. ફક્ત ભાગ્યના ભરોસે રહેશે અને સદુદ્યમ કરશે નહિ તે ભાગ્ય પાંગળુ બનવાથી ફલીભૂત થતું નથી. એટલે ભાગ્યને ફળવામાં સારા ઉદ્યમની આવશ્યકતા છે. તમે કહેશે કે અમે ઘણે સ્થલે જોઈએ છીએ કે ઉદ્યમ કર્યા વિના ભાગ્યાનુસારે કેટલાક ભાગ્યશાલીએ સંસારમાં વિવિધ વિકાસ કરવાપૂર્વક મેજમજા માણે રહેલા છે. તેઓએ ઉદ્યમ કર્યો નથી. છતાં રાજા, મહારાજા, અધિકારીએ બની, આનંદથી જીવન વીતાવે છે. તે કેમ? તેના ઉત્તરમાં સમજવાનું કે ભલે તેઓને ઉદ્યમ કરતા દેખ્યા નહિ. પરંતુ તેઓ પ્રથમભવમાં પરોપકારાદિક પુણ્ય કરીને, તથા તેના સંસ્કારે સાથે લઈને આવ્યા છે. તે સંસ્કારે સારા ઉદ્યમ સિવાય પડતા નથી. માટે આ ભવમાં તમે ઉદ્યમ કરતા દેખ્યા નહિ, છતાં ઉદ્યમ કરીને આવેલા છે અને સૂકમથી
For Private And Personal Use Only