________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
કહે છે કે, તમે શા માટે મને લાઠી લગાવી. ઉંઘમાં ને ઉંઘમાં શું કરી રહેલ છે. આ ભાઈ જાગ્યા. સ્વમ ખતમ થયું. સ્ત્રીને લાઠી વાગવાથી અને ખરાબ સંસ્કારો પડવાથી ઘણો વલોપાત કરવા લાગ્યા. આ પ્રમાણે મનુષ્યભવમાં કાર્યો કરવામાં જે ખોટા સંસ્કાર પડશે તે આત્મારામને શાંતિ કયાંથી મળશે ? માટે સદ્ગુરુ કહે છે કે...ધાર્મિક કાર્યો કરીને આત્મારામ, પ્રભુને ભજી લે. કે જેથી કલેશદાયક, ખરાબ સંસ્કાર પડે નહિ. અને નિદ્રામાં પણ શાંતિ રહે. શ્રીબુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે આ ઉપદેશને સાંભળી હે ચેતન ! અરે ભવ્ય ? તે ચેતી જા.
કેટલાક મુગ્ધજને ચોરી જારીમાં આનંદ માનતા હોવાથી રાત દિવસ તેના વિચાર કરવાપૂર્વક, લાગ મળે. ત્યારે ચોરી જારીમાં વખત વીતાવે છે. તેઓને ઉદ્દેશી સદ્ગુરુ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ઉપદેશ આપતાં ૧૧મા. પદના કાવ્યની રચના કરતા ફરમાવે છે કે' અરે મનુષ્ય ? તમને આત્મોન્નતિ કરવાના સાધને મળી શકે એમ છે છતાં, સંસારમાં અત્યંત સંકટ, વિડંબના આવી લાગે એવા કયા ઉન્માર્ગે આરૂઢ થયા છે. તેવા માર્ગે લેશ પણ શાંતિ નથી. સાંભળે. જુઓ ઝપાટો જુઓ ઝપાટો કાળને વિકરાળ રે,
ભજન કરી લે. એ–રાગ જગત જીવને પાશ પકડી, કરતો નિત્ય ફરાળરે.
જુઓ૦ /૧
For Private And Personal Use Only