________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
પણ સંસ્કારા પડવાથી એવા એવા આવિર્ભાવ ઉત્પન્ન થાય છે કે, જાગ્રત થયા પછી મનમાં દુ:ખ થાય છે. કાપડના વેપારીની માફક–એક કાપડના વેપારી હતા. પ્રમાણિક હાવાથી ઘણા ગ્રાહકેા કાપડ લેવા આવતાં. આ વેપારી કાપડના જે ભાવ કહે તેનાથી લેનાર ગ્રાહક આછા ભાવે માગે ત્યારે પેાતાની પ્રવીણતાથી ગ્રાહકેાને સમજાવી, કહ્યા મુજબ કાપડ ફાડી આપતા. અને સારી રીતે કમાણી કરી ખુશી થતા. દરરોજ ગ્રાહક આવે અને તેને સમજતા વાર પણ લાગે, પણ વેપારી માલ વેચ્યા પછી જ આન ક્રમાં આવતો. પણ તેના સંસ્કારો નિદ્રામાં પણ જપવા દેશે નહિ. વિઘ્ન કરશે તેનુ` ભાન નહતું. એક દિવસ ઘરાકાને સમજાવી ઘણુ વેચવાપૂર્વક સાંજરે વાળુ કરીને ભાઈસાહેબ રાત્રીના દશ વાગે સૂઈ ગયા. નિદ્રામાં કાંઇક શાંતિ જેવું છે. તેટલામાં દિવસના પડેલા સંસ્કારોના પ્રગટ ભાવ થયેા. સ્વમમાં એક ઘરાક આવ્યા છે, તે વેપારી કાપડના વધારે ભાવ કહે છે. ગ્રાહક ઓછા ભાવે માગે છે. પણ સમજાવતા ઘરાકનું મન મનાવી એ વાર કાપડ ફાડે છે. આવા સ્વસના ચેાગે નિદ્રામાં તે કાપડ હાય કયાંથી ? પણ પેાતાનું થેપાડું જે પહેરેલું હતું તે ફાડી નાંખ્યું. તેના અવાજ સાંભળી સ્ત્રીએ કહ્યું કે, તમેએ ઉંઘમાં પણ શું ફાડયું. અરે દશ રૂપૈયાનુ થેપાડુ ફાડી નાખ્યું. કાંઈ ભાન છે કે નહિ ! વેપારી જાગ્યા. અને પસ્તાવા કરવા લાગ્યા કે નિદ્રામાં પણ તે સંસ્કારા ખસતા નથી. આતા
વેપારીનુ
For Private And Personal Use Only