________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
ભાન, રાજ્ય લેવાનું હતું, તેથી તેઓને ત્યાગ કરી વિજય મુહૂર્વે તમને ભેટો. આ મુજબ સાંભળી આનંદપૂર્વક આ ધાર્મિક ભક્તને રાજ્ય અર્પણ કરી, પ્રવજ્યા, દીક્ષા લીધી. અને સાચું સામ્રાજ્ય લઈ આધિ, વ્યાધિ અને ઉપાધિને હઠાવી. આ મુજબ જે કોઈ નિસ્પૃહ બની વિષયના વિકારમાં મુગ્ધ બનતા નથી તેઓ સત્ય સામ્રાજ્યના સ્વામી બને છે. એટલે મેંઘેરા મનુષ્ય જન્મને એળે. વૃથા ગુમાવતા નથી. આ સિવાય જે વિષય કષાયના વિકારઆવિર્ભાવમાં ગુલ્તાન બને છે. તેઓ મનુષ્યભવને વૃથા, એળે ગુમાવી, ભવોભવની પરંપરા વધારી, દુર્ગતિના મહેમાન બની, અત્યંત પીડાઓ ભોગવે છે. માટે સદ્દગુરુ ઉપદેશ આપે છે કે, અરે મનુષ્ય જેવા મનુષ્ય થઈને માણસાઈ લાવી મળેલી સામગ્રી દ્વારા તેને દુરૂપયેગ કરીને જન્મને એળે ગુમાવતા નહિ. અરે મનુષ્યભવ પામીને તથા સાનુકુલ સાધને મેળવીને પણ એક પળવાર, ક્ષણવાર પ્રભુ ભજન કર્યું નહિ. પૈસાને પ્રભુ માની તેનું ભજન કર્યું. સાધુ, સંત, મુનિવર્યને પણ દાન દીધું નહિ. અને વિષયના રસમાં મલકાયે. તે ઉચિત કર્યું છે? નહિ. તે તે વિષય રસ નથી પણ વિષ છે તે નક્કી જાણજે.
તે વિષનું પાન કરી મલકાવા જેવું નથી. હિંયામાં ઉલ્લાસ પામવા જેવું નથી. કારણ કે કેટલાક વિષ એવાં હોય છે કે, બે ઘડી પછી મારે. કેટલાક વિષ એવાં છે કે, છ માસ, બાર મહિના સુધી મારે. અને કેટલાક એવા
For Private And Personal Use Only