________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાળ, પાડા, વાડા, શેરીમાં વિવિધ જાતિની મેવા મીઠાઈ ગાવી છે. તેમજ દરેક સ્થલે મનોહર સુગધી દ્રવ્યોના ભાજને મૂકયા છે. જે દેખીને સ્વાદમાં મુગ્ધ બનેલા તથા સુગંધ આસક્તજને આગળ વધી શકે નહિ. તથા વિવિધ પ્રકારના નાટકો, સીનેમા, તથા વીણા, સારંગી, સતારને જોવાના અને સાંભળવાના રસિક માણસાને આનંદ પડે તેથી, ત્યાંથી એક પગલું ખસે નહિ. તે મુજબ સઘળા સાજ-સાધના સૂકાવ્યા છે. તેમજ રૂપવતી વારાંગના પણ વિવિધ નૃત્ય, હાવભાવ સાથે કરી રહેલ છે. આમ શા માટે ધાર્મિક નૃપે કર્યું. હશે. એવી વિચારણા જાગશે. પરંતુ નૃપના એવા વિચાર હતા કે રાજ્ય આપવું તે કોઈ નિસ્પૃહને ! રાજ્ય તેને અર્પણ કરવું કે તેના સદુપયોગ સ્વપરનું હિત કલ્યાણકર થાય. અન્યથા જેવા તેવાને આપવાથી તેના દુરૂપયોગ પણ થાય.
આમ વિચારી ધાર્મિકની પરીક્ષા માટે સઘળી ગોઠવણુ કરાવી છે. નૃપની જાહેરાતને સાંભળી દરેક માણસા રાજ્ય લેવાની અભિલાષાવાળા બન્યા. અને રાજ્ય લેવા માટે દરેક માણસે પોતાના ઘરમાંથી બહાર નીકળે છે. તેવામાં આ સુંદર મેવા મીઠાઇને આરેાગીને જઇશું આમ વિચારી મેવા મીઠાઈ ખાવામાં બે ત્રણ કલાક કાઢી નાંખ્યા. ત્યાંથી આગળ વધે છે. તેવામાં સુગધી દ્રવ્યો જેવા કે, હીનાનું, ગુલાબનું અત્તર દેખી તેમાં લલચાઈ ગયા. સુગંધ લેવામાં એવા તેા મુગ્ધ બન્યા કે ત્રણ કલાક પછી ભાન આવ્યું.
For Private And Personal Use Only