________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
જ્યારે ઉના ખળખળતા પાણીમાં નાંખવામાં આવે છે ત્યારે તે અસહ્ય વેદનાને પાર રહેતું નથી. તેની માફક દેહગેહધન દિકને પ્રાપ્ત કરી મલકાઈશ તે હે ચેતન તારી અવસ્થા આવી લાગશે. ત્યારે આવી વેદનાઓ ભોગવવી પડે નહિ તે માટે પુણ્યના કાર્યો કર. એટલે માયાદ્વારા સ્વાદમાં અને સ્વાર્થમાં આસક્ત ન બનતા જીનેશ્વરના ગુણોને રાગી બની આત્માના ગુણને મેળવવા અતિશય શક્તિ-બલને સ્કુરાયમાન કર. આનાથી પુણ્યાનુબંધી પુણ્યની સાથે આત્માને ઉઘાડ થશે. માયાના આવરણે ખસવા માંડશે. મેહમાયાના આવરણોએ જીવાત્માની શક્તિ અને શુદ્ધિ અનાદિકાલથી દબાવેલી છે. તે બલ ફેરવ્યા સિવાય ખસે એમ નથી જ. અને આત્મિક સત્ય રદ્ધિ-સમૃદ્ધિ અને શુદ્ધિ મળી શકશે નહિ. માટે વિષયની આસક્તિનો ત્યાગ કરી શુદ્ધિને કરવા પૂર્વક, એક ભક્તની માફક બેલને ફેરવવાની જરૂર છે.
એક ધાર્મિક મહારાજાએ નગરીમાં એવી જાહેરાત કરી કે, જે કઈ સાતમે માળે રહેલા મને આવીને ભેટે તેને સઘળી સમૃદ્ધિ-સંપત્તિથી ભરપુર રાજ્ય આપવામાં આવશે. આ ધાર્મિક નૃપને રાજ્યની સંપત્તિ-સમૃદ્ધિ મળી પણ હિયાની હોળી–ચિન્તા નષ્ટ થઈ નથી. અને સંકલ્પ-વિકલ્પ ટળ્યા નથી. ટળે પણ ક્યાંથી? ચિન્તાઓને ટાળવા અને સત્ય શાંતિને મેળવવા, ત્યાગ-સંયમાદિક સિવાય અન્યપાય જ નથી.
આમ વિચારી જાહેરાત કરે છે. અને રાજમાર્ગ તથા
For Private And Personal Use Only