________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
સફલ કરી લે મનુ જન્મારો, આતમરામ ભજી લે પ્યારા બુદ્ધિસાગર ચેતે તે સુખ પાય છે રે. અરે આ પા
અરે ભાગ્યશાલી, આ મોંઘેરૂ મનુષ્ય જીવન એળે–વૃથા ગુમાવ નહિ. કારણ કે મહાન શક્તિશાળી દેવેન્દ્ર, દેવો જે ઉત્તમ કાર્ય કરવા સમર્થ છે નહિ. તે કાર્ય કરવા તું સમર્થ છે. મિથ્યાત્વ-અવિરતિ-કષાયાદિને ત્યાગ કરવા તે દેવ શક્તિમાન નથી. કારણ કે દેવકમાં સદ્ગુરૂની જોગવાઈ નથી. અહીં તે જ્ઞાની યાની સદ્ગુરૂની જોગવાઈ મળી શકે એમ છે. માટે તેમની પાસે જઈ ધર્મને લાભ લે. અને દયા-દાન-વ્રત-નિયમ-શીયળ અને તપસ્યા તથા અનિત્ય અશરણ–વિગેરે ભાવનાઓ ભાવીને મળેલા સાધનની સફલતા કર. પુણ્યદયે પ્રાપ્ત થએલ તે સાધનને બૂડવાના બનાવી વિફલ કર નહિ. જે વિફલ કરીશ તે પુણ્ય દ્વારા મળેલ જીદગાની એળે જશે. હાલમાં જે જે કાર્યવાહી કરી રહેલ છે, તેથી તે જીવન એળે જાય છે. માટે પિતાનું ભલું કરવા માટે સદ્દગુરૂને ઉપદેશ હૈયામાં પચાવીને, પાપસ્થાનકેથી પાછા હઠ. અને પુન્યબંધનો માર્ગ સ્વીકાર કર. જે જે ક્ષણ અગર ઘડી--મુહૂર્ત વિગેરે વ્યતીત થાય છે, તે પુનઃ પાછા આવશે નહિ. તું જાણે છે કે, હું ઉંમરે મોટો થાઉં છું પણ આયુષ્ય ખવાતુ જાય છે. તેની ખબર છે? જ્યારે અમુક જન્મનું આયુષ્ય પૂરું થયું ત્યારે બીજે જન્મ ધારણ કરવા માતાના ગર્ભે તું આવ્યું. ત્યાંથી આરંભી બાંધેલ આયુષ્ય ઓછુ થતુ જાય છે. તથા માતાના
For Private And Personal Use Only