________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
પાસે આવી સુંદર ગામની માગણી કરી. તે માગણે પણ ચંપા નગરના મહારાજાના રાજ્યમાં રહેલ ગામની માગણી કરી. તે ગામમાં તેના પરિવારનો નિવાસ હતો. કરકંડ ભૂપાલે કહ્યું કે, ત્યાં મારી સત્તા નથી. છતાં ચંપાનગરીના નરેશ ઉપર પત્ર લખી આપું છું. તે તને ગામ આપશે. પત્રમાં લખ્યું કે મહારાજા–ચંપાનગરીને નરેશને પ્રણામપૂર્વક જણાવવાનું કે પત્ર લઈને આવેલા બ્રાહ્મણ મિત્રને તેની મરજી મુજબ મનોહર ગામ આપશે. તેના બદલે તમે કહેશે તેવું મન પસંદ ગામ આપીશ. આ રીતે લખેલ પત્રને લઈને તે બ્રાહ્મણે, મહારાજા–દધિવાહન પાસે આવી પત્ર આપ્યું. નૃપતિએ માગણીને સ્વીકાર કર્યો નહિ, અને તેને પાછે કાલ્યો. ગામ નહિ આપવાથી, કરકડુ મહારાજને ગુસ્સો ચઢ્યો. કોધાતુર બની ચંપાનગરીના નરેશ–દધિવાહન ઉપર ચઢાઈ કરી. માંહોમાંહી યુદ્ધ થયું. કરકડુ નરેશને ખબર નથી કે દધિવાહન રાજા મારા પિતા થાય. તેમ દધિવાહન નરેશને પણ માલુમ નથી કે આ સામે લડાઈ કરનાર પુત્ર થાય.
મેહ મમતાના અંધકારના પડદામાં માહેરમાંહી ટીચાય છે. યુદ્ધ થાય તે કારમે કેર છે. એક ગામ આખું હેત તે લડાઈ થાય નહિ. પણ અહંકાર અને મમતા એક તુરછ વસ્તુને આપવા દેતી નથી, લડાઈ ચાલુ થશે અને હજારે સુભટે મરણ પામશે. હિંસાનો પાર રહેશે નહિ. આમ વિચારી કરઠંડુ રાજાની માતા, પદ્માવતી જે સાધ્વી થયેલ છે, તેના મનમાં ઘણી ચિન્તા અને પીડા થઈ તેથી
For Private And Personal Use Only