________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
પિતા નથી, પણ પુત્ર જ છું. આમ બોલતાં એકાંતથી વ્યાવહારિક કાર્યોમાં ઘણું ગરબડ થાય. અને ધારેલા કાર્યો સફલ થાય નહિ. આ મુજબ એકાંતને જે સ્વીકાર કરવામાં આવે તે ધર્મની આરાધના પણ થવી અશક્ય છે. રાગદ્વેિષ અને મેહ મમતાને ટાળવા માટે સ્વાવાદને આધાર
સ્વીકાર્યા સિવાય કોઈના રાગ-દ્વેષાદિ બનતા નથી. માને કે બે માણસને માંહોમાંહી તકરાર થઈ. એકબીજાની ભૂલ કાઢે છે. અને દે દે છે. આમ કરવાથી કદાપિ તકરાર, તથા વિરોધ દૂર ખસતું નથી. કારણ કે એકાંતે બીજાને દેષ નજરે આવે છે. પણ પિતાના દેશને દેખતે નથી. તેથી બોલાબેલીમાં-મારામારીમાં તૈયાર થાય છે. પરંતુ જે પિતાના દે દેખે તે સઘળે વિષમવાદ શમી જાય છે. માટે સદ્ગુરૂ ફરમાવે છે કે અનેકાંતને હદયમાં ધારણ કરે. તેથી રાગ-દ્વેષ-મહાદિકનું જોર ચાલશે નહિ. દીવાના પ્રકાશથી કે સૂર્યના પ્રકાશથી અંધકાર નાશ પામે છે. તેમ મિથ્યાત્વઅવિરતિ–કષાય—અને દુષ્ટ વેગોને આવવાને અવકાશ મળશે નહિ. અને રત્ન ભરેલી પેટી પરખાશે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નોથી ભરેલ આત્માની ઓળખાણ થશે. ઓળખાણ થયા પછી દરેક ચિંતન અને જડ પદાર્થોનું સ્વરૂપ સમજાશે.
કરકંડુ ભૂપાલે એક બ્રાહ્મણ મિત્રને કહ્યું હતું કે, જ્યારે મને રાજ્ય મળશે ત્યારે તને મનપસંદ એક સુંદર ગામ આપીશ. તેથી તે બ્રાહ્મણ મિત્ર, કરકડુ મહારાજાની
For Private And Personal Use Only