________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
પાસે ચક્રવતઓ જેવી સાધન સામગ્રી નથી. તેમજ તાકાત પણ છે જ નહિ. છતાં આત્મજ્ઞાન દ્વારા આત્માના ગુણોમાં એવી અનન્ય શક્તિ-તાકાત રહેલ છે કે, તમારી સઘળી અભિલાષા–તૃષ્ણને પૂર્ણ કરી સ્થિર કરે. સાંસારિક વિષયની અભિલાષામાં તે ઘણી ચંચલતા-અસ્થિરતાએ નિવાસ કરેલ છે. ત્યાં સ્થિરતા ક્યાંથી હોય ? માનસિક ચપલતાએ અને એકાંતવાદે આત્માની ઘણી ખરાબી કરેલ છે. તેથી મિથ્યાસ્વાદિક ચટ્ટાઓને ધનાદિક છીનવી લેવાનો લાગ ફાવ્ય છે. માટે સઘળી આશા તૃષ્ણાને ફલવતી બનાવવી હોય તે એકાંતવાદને તથા ચંચલતાને ત્યાગ કરી સ્યાદ્વાદ સૂર્યને આધાર લે? અંધકાર રહેશે નહિ, અને રત્ન ભરેલી પેટી પરખાશે. ગુરૂગમની ચાવીઓ લઈ તે પેટી ઉઘાડી શકશે. સત્યધન મલ્યા પછી કેઈની પરાધીનતા–ઓશીયાળી રહેશે નહિ. ધનાદિક ખાતર જે બીજાની સન્મુખ દીનતા દાખવે છે. તે રહેશે નહિ. અને અક્ષય ધનના અધિકારી બનશે. તથા સ્વાદુવાદ વિના-અને ચંચલતા ટાળ્યા સિવાય પ્રભુના ગુણે પણ પરખાતા નથી. દરેક વસ્તુમાં વિવિધ અનેક ધર્મો રહેલા છે. માને કે પુત્ર છે તે, બહેનની અપેક્ષાએ ભાઈ કહેવાય છે. તથા ભાણેજની અપેક્ષાએ મા કહેવાય. ભાભીની અપેક્ષાએ દીયર તથા પત્નીની અપેક્ષાએ પતિ કહેવાય. પિતાના પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય.
આ મુજબ દરેક વ્યક્તિમાં અનેક ધર્મો સમાએલ છે. પુત્ર એમજ કહે કે, હું ભાઈ, મામે, દિયર, પતિ અને
For Private And Personal Use Only