________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
તેથી જ સાચા અવિનાશી રત્નોની પિટી પરખી, અને સદ્ગુરુઓએ તે પિટીનું ઉદ્ઘાટન કરવા સાચી ચાવીઓ બતાવી. જે અનાદિકાલના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને
ગના તાળા વાસેલા હતા. તે ચાવીઓ, સૂચનાઓ, ઉપદેશ દ્વારા ઉઘડી ગયા. આ મુજબ જ્યારે ચાવીઓ મળે છે ત્યારે તે વાસેલા તાળાને ઉઘાડતા વાર લાગતી નથી. અને ચાવીઓ દ્વારા તાળા ઉઘાડ્યા પછી પેટીમાં રહેલ રત્ન રૂપી સત્યધન હસ્તગત થાય છે. હવે હાથમાં આવેલ તે સાચા ધનને, ચેરને ચરવાની, અગ્નિને બાળવાની, પાણીના પ્રવાહને તાણું જવાની તાકાત છે જ નહિ. કદાચિત્ મિથ્યાત્યાદિક ચોરે છીનવી લેવા આવે પણ, આત્મિકરૂપી સૂર્યોદય દેખી ભાગાભાગી કરી નાશી જાય છે. - સૂર્યોદય થયા પછી નિશાચરોનું જોર ચાલતું નથી. અત એવ સમ્યગ જ્ઞાની; ગી–સૂરિજન કહે છે કે, સ્વાદુવાદને આધાર લઈ, જે તમારૂ ધન દબાણમાં આવેલ છે તેને આવિર્ભાવ કરે. તેથી માયા–મમતાદિક જે અંધકાર વ્યાપી રહેલ છે. તે દૂર ખસશે. અને સર્વે અભિલાષાઓની સફલતા થશે. દુન્યવી સુખની અભિલાષાઓ કેઈની સંપૂર્ણ થઈ નથી. અને થશે પણ નહિ. પૂર્ણ કરવી હોય તો આત્મજ્ઞાન રૂપી સૂર્યને સ્વીકાર કરે. જેટલા ચકવતીઓ, વાસુદેવો, બલદેવો વિગેરે મહાન શક્તિને ધારણ કરનારા હતા. પરંતુ તેઓની અભિલાષાઓ પૂરી થઈ નથી. તે તમારી આશાએ કેવી રીતે સફલ થશે. કારણ કે તમારી
For Private And Personal Use Only