________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
અને જેઓએ રાગ-દ્વેષજન્ય મેાહ મમતા–અહંકારાદિકને ત્યાગ કરેલ હાય છે, તેઓ અનત સુખ શક્તિના સ્વામી અને છે. આવા પરમપ્રભુના અનંત ગુણ્ણાને ત્યાગ કરી, શાંત ગુણાવાળા અન્ય દેવોનુ કાણુ ધ્યાન ધરે ? જેને સાંસારિક સુખ પ્રિયતમ લગતા હાય તેજ, તેનુ ધ્યાન ધરે છે. યાગી, મુનિજનને તેા વિષયજન્ય સુખમાંથી પ્રીતિ નષ્ટ થએલ છે. તેથી જ તેઓ વિશેષ પ્રકારે વીતરાગના ગુણાનુ ધ્યાન ધરી, સ સંતાપાદિકને ટાળવા સમર્થ બને છે. ચેગી, મુનિ, સુરિજન કહે છે કે, સાતનય-અને સપ્તભંગીરૂપી સ્યાદ્વાદના દુર્મીન સિવાય આત્માને અનુભવ આવશે નહિ, અને સઘળાવાદની વિષમતા ટળશે નહિ. ભલે પછી સમાજવાદ, સામ્યવાદ, સર્વોદયવાદ, કે લાકશાહી હાય તે પણ વિષમતા તે રહેવાની જ. માટે વિષમતા, વિષવાદને ત્યાગ કરવો હોય તે સક્ષનયાદિ સ્યાદ્વાદના સ્વીકાર કરા. અમેએ પણ જ્યારે સ્વીકાર કર્યો ત્યારે જ આત્મિક ગુણાની પીછાન થઈ. તે ગુણા પ્રિયતમ બન્યા. અને આ સિવાય અન્ય વાદોમાં જે પ્રથમ પ્રેમ હતા તે રહ્યો નહિ. કારણ કે સર્વે વાદા રયાવાદમાં સમાએલા છે. આ સ્યાદ્વાદને ત્યાગ કરી અન્ય વાદો વિષમતા ટાળવા સમ છે જ નહિ, ધનાદિકમાં કદાચિત સમાનતા આવશે તાપણ સુખ-દુઃખમાં તે વિષમતા રહેવાની જ. તેથી અમેએ સમનય સપ્તભંગીરૂપી સ્યાદ્વાદનું દુર્મીન બનાવી, અનંત ગુણ્ણાના તથા અનંતશક્તિના સ્વામી, એવો નિમલ આત્મા આળખ્યો અને સારી રીતે આદર કર્યાં.
For Private And Personal Use Only