________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
તેથી કંટાળી સદગુરુ શ્રી બુદ્ધિસાગર પાસે જઈને તેમની વાણીરૂપી નિર્મલ પાણીમાં નાન કરી નિર્મલ થશે. સુખાભાસની કે દુઃખના પ્રતિકારની જે ઘેલછા લાગેલી હતી તે દૂર ભાગી. અને આત્માની પ્રીતિ પ્યારી લાગી. તેથી સઘળી મિથ્યાત્વ મેહનીયની જાળને ફગાવી દઈ, દૂર કરીને, હે આત્મા? હવે તારા ગુણમાં ગુલ્તાન બન્યો છું. આત્માના ગુણમાં મગ્ન બનવાથી જે ભ્રમણ હતી, જે આસક્તિના ગે વારે વારે વલેપાત થયા કરતે, તે હવે દૂર ખસે છે. હવે નિર્ભેળ સુખને કાંઈક અનુભવ આવતે હઈ આનંદ આપી રહેલ છે. આનંદની જે ખુમારી આવે છે. તે કોઈનાથી પણ ઉતારી ઉતરે એમ નથી. ભલે પછી કરેડે પ્રયત્ન કરે. તેથી શું?
ગીજન, મુનિજન, તથા દરેક આત્માર્થી ભાગ્યશાલીએ પણ દુન્યવી વિડંબનાઓ ટાળવા માટે આત્માનું ધ્યાન ધરે છે. અને અવિનાશી પ્રભુના ગુણોને દરરેજ ગાય છે. શા માટે ? અવિનાશી અનંતગુણના સ્વામીના જે ગુણે છે તે ગુણેને પ્રાપ્ત કરવા માટે. તે ગુણે નેહરાગ, કામરાગ અને દૃષ્ટિરાગને ત્યાગ કર્યા સિવાય મળવા જ અશક્ય છે. માટે ગુણાનુરાગી બની, અરિહંતના જ ગુણની સ્તુતિ, સ્મરણ કરી જે રાગે છે તે રાગે તેઓને ટાળે છે. તે વૈરાગી, સંવેગી થએલ હેવાથી અન્ય દેવોના ગુણેનું ધ્યાન ધરતા નથી. જે વીતરાગ છે તે સત્યદેવ છે. કારણ કે રાગ, મૂલમાંથી દૂર ગએલ હોવાથી, કોઈના ઉપર દ્વેષ થતું નથી.
For Private And Personal Use Only