________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
ત્યાગ કરવા માટે દિલ દરિયામાં દીપકને તપાસે. અગર જ્ઞાની મુનિવર્ય, વિગેરેની પાસે જઈને આત્મ દીપકની કેવી રીતે પીછાન થાય તે જીજ્ઞાસા ધારણ કરીને પુછે. તેજ આત્મા સમ્યગૂ જ્ઞાનીઓ વડે ઓળખાય છે, લખા છે, કે જેનું નામ-રૂપાદિ છે જ નહિ. એવો આત્મા પછી પિતાની મેળે જ પરખાશે. અને અન્તરમાં આનંદની ઉર્મિઓ ભરપુર ઉભરાશે. આવો નિર્ભય દેશી-શુદ્ધ પ્રદેશી. જે આત્મા છે. તેજ જ્ઞાનીજનેએ બતલાવ્યો છે. તેથી ગુરુદેવ. કહે છે કે, આવો આત્માનો અનુભવ દરેક માણસોને આવે છે. પણ જે જીજ્ઞાસા તથા લગની હોય તે જ. માટે અરે ભાગ્યશાલીએ? ધર્મધ્યાનમાં બરાબર તાન લગાવો. આજે દેહગેહાદિ દેખાય છે. તે તમારૂ નથી. માટે સત્ય, નિજ ઘરનું ભાન એટલે જ્ઞાનની સાથે ઓળખાણ કરી, માયામમતાને નિવારે. આ પ્રમાણે વર્તન કરશે તે જ પોતે ગુરુ અને પિતે ચેલા બનશે. એટલે ગુરુની પાસે જઈને ઉપાસના પણ કરવી પડશે નહિ. સ્વયમેવ કર્મ મેલને કાઢવા માટે માર્ગને શોધી કાઢશે. ધર્મધ્યાન અને તેમાં એકતાન લગાવ્યા સિવાય શુદ્ધ થવાને માર્ગ હાથમાં આવશે નહિ. હવે ક્યાં સુધી આધિ, અને વિડંબનાની પીડા સહન કરશે ! માટે સરુ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, હે આત્મન ? નિજ ઘરમાં રમણતા કરજે. જે સમજે તેની આ વેળા છે. સમજવા માટે વેળા મળી રહે છે. અને તે વેળામાં વિલેપાત વિગેરેને ત્યાગ
For Private And Personal Use Only