________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
પ્રેમ વધ્યો. અને પિતા પુત્ર ભેટી પડ્યા. આ પ્રમાણે દિલ દરિયામાં દીપકને જોવામાં આવે છે ત્યારે અજ્ઞાન–અંધકાર દૂર ખસે છે. અને આત્માની ખરી ઓળખાણ થાય છે. આત્માની સાથેના ઘાતીયા કર્મોને જ્યારે ઘાત થાય છે ત્યારે મિહનીય, જ્ઞાનવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોરૂપી અંધકારને મૂલમાંથી નાશ થાય છે. અને ત્રણ ભુવનના પદાર્થો હસ્તમાં રહેલ આમળાની માફક દ્રવ્ય–ગુણ-અને પર્યાયે રૂપે જે રહેલા છે. તેને સાક્ષાત્કાર થાય છે. ઉદ્ઘલેક, મધ્યમલેક અને અધલેકમાં રહેલ સર્વ વસ્તુઓ સાક્ષાત્ દેખાય એવો આત્મા સમર્થ બને છે. આવો અલખ આત્મા, સંસારમાં બાહ્યાભાથી પરખાતે પણ નથી. તે તે મન, વચન અને કાયાને રીતસર કબજે કરનાર સમ્યગ જ્ઞાનીએ જ પારખી શકે છે. અને કર્મમલને અહિંસા, સંયમ, અને તપવડે શુદ્ધ કરે છે. દુન્યવી માણસો જ્યારે વસ્ત્રો મલીન થએલ હોય, અને ચીકાશ લાગી હોય ત્યારે તે વસ્ત્રોને નિર્મલ કરવા ઉના પાણીમાં ખારે નાંખી, સાબુ વડે ઘણા પ્રયાસ કરે છે, ત્યારે વસ્ત્રો શુદ્ધ થાય છે.
સાધનસામગ્રી હેય પણ પ્રયાસ કર્યા સિવાય શુદ્ધ કયાંથી થાય? તે પ્રમાણે આત્મા અનાદિકાલથી મલીન છે. એને નેહરાગ-કામરાગ અને દ્રષ્ટિરાગની ચીકાશ લાગી છે. તે અહિંસા, સંયમ અને તપ વિના શુદ્ધ થશે નહિ. માટે મન, વચન, અને તનને વશ કરવાપૂર્વક અહંકાર-મમતાને
For Private And Personal Use Only