________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
કર્યો કે, હું અમુક સ્ટેશન ઉપર જે ધર્મશાળા છે. ત્યાં અમુક દિવસે આવીશ. આ મુજબ પિતાના ઘેર તાર કરેલ હેવાથી તેની પત્ની પુત્રને કહે છે કે, ભાઈ, તારા પિતા અમુક સ્ટેશનની ધર્મશાળામાં અમુક દિવસે જરૂર આવશે. માટે તે સામે જા. અને આદર સત્કારપૂર્વક સાથે આવજે. માતાના કહેવાથી વીસ વર્ષના પુત્ર સામે આવ્યું. અમુક સ્ટેશનની ધર્મશાળા જે બતાવી હતી. ત્યાં આવી પોતાનો બિસ્તરે સ્થાપન કર્યો. શેઠ પણ સ્ટેશને આવેલી ગાડીમાંથી ઉતરી આ ધર્મશાળામાં આવ્યા. પણ તેમની પહેલાં ધર્મશાળા, મુસાફરથી ચીકાર ભરેલી હોવાથી, સરસામાન મુકવાની જગ્યા મળી નહિ. સરસામાન મૂકવાની ઉતાવળમાં શેઠ, પુત્રની પાસે આવી જગ્યા કરી આપવા કહેવા લાગ્યા. હવે પુત્રને પિતા. ઓળખતો નથી. અને પુત્ર પિતાને પિછાનતો નથી. એક વર્ષને મુકીને પરદેશ ગયા હોવાથી અજાણ્યા અથડામણમાં આવ્યા. શેઠ પુત્રને કહે છે કે, મને જગ્યા કરી આપ. તારી પાસે સામાન ઓછા છે. મારી પાસે વધારે છે. ત્યારી પાસે ફક્ત બીસ્તરો છે. તેની જગ્યા કરી આપીશ. પણ આ જુવાની શેનો માને ? માન્યું નહિ ત્યારે શેઠે તેને બીસ્તરે બહાર ફગાવી દીધું. અજ્ઞાત પુત્રે પણ પિતાનો સરસામાન બહાર ફગાવવા માંડ્યો. બનેને માંહી માંહી અથડામણી થઈ. કંકાસ થયે. બેત્રણ કલાક પછી ભાડે કરેલી ગાડીમાં સઘળે સામાન મૂકી, તેમાં બેસી, ગાડીવાનને પિતાના ઘર તરફ ચાલવાનું કહ્યું. ગાડી ચાલે છે તેની પાછળ આ જુવાનિયે પુત્ર પણ
For Private And Personal Use Only