________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
દીપક ? આત્મતિ સદાય ઝળહળી રહેલ છે તે. આત્મતિ અનાદિકાલીન છે, અને અનંતકાલ સુધી રહેશે. તેનો નાશ કરવાની કે ઈ દેવ દાનવાદિકની તાકાત છે જ નહિ. આવા દીવાને જોવા માટે વખત કાઢવાની ખાસ જરૂર છે. મોટા શહેરમાં દીવાળીના દિવસે દીપક જોવા માટે વખત કાઢે છે ને ? પણ તે દીવાએ તે દીવાળી સુધી. દીવાળી વીતી ગયા પછી જે સાધારણ દીવાઓ થાય તેજ થાય, કાયમ થતા નથી. પણ દિલ દરિયામાં સદાય દીપક જળ હળી રહેલ હોય છે. તેને જોવા માટે બે ઘડી પણ ટાઈમ કાઢે નહિ અને જુએ નહિ તે, મિથ્યાત્વ રૂપી અંધકારમાં અથડાવાને પ્રસંગ આવી લાગશે. જે અથડામણી વડે કલેશ, કંકાસ વિગેરે ઉત્પન્ન થાય છે. તે અજ્ઞાનથી જ થાય છે.
એક પિતા પુત્રની માફક-આધેડ ઉમ્મરે એક શેઠને સ્વસ્ત્રી દ્વારા પુત્ર પ્રાપ્ત થયું. તેથી ધન મેળવવાની તમન્ના જાગી. મનમાં વિચાર કરે છે કે ધન વિગેરેથી પુત્ર, સુખ શાતામાં જીવન ગુજારશે. અને ધનાઢ્ય બનતાં આબરૂ, મહત્તા–પ્રતિષ્ઠા પણ સારી રીતે જામશે. આમ વિચારી, એક વર્ષના બાળકને મુકી, તથા પત્ની પરિવારનો ત્યાગ કરી, શેઠ પરદેશ કમાવા ગયા. પંદર વીસ વર્ષો સુધી પ્રમાણિકતાથી વેપાર કરવાથી વીસેક લાખ રૂપિયા મેળવ્યા. પછી વતન તરફ વળવાની ભાવના થઈ એટલે જે રૂપિયા મેળવ્યા છે તેના હીરા–મેતી માણેક ખરીદી લઈ, સ્ટેશને આવી તાર
For Private And Personal Use Only