________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
નતા થઈ છે તેની શુદ્ધિ થશે. પછી સત્ય સુખ કેવું છે. તેનો અનુભવ આવતે રહેશે. પછી સુખને માટે જે તમારી ચિંતાઓ છે તે રહેશે નહિ. તમે જે કાયા અને માનસિકની મલિનતા દૂર કરવા, અને સ્વચ્છ થવા, ગંગા-યમુના-સરસ્વતીમાં સ્નાન કરી ખુશી થાઓ છે. તથા કાશી વિગેરે તીર્થમાં જઈને આનંદ માણે છે. તેના કરતાં દેહઘટમાં ધર્મ ધ્યાન લગાવવાથી અત્યંત સ્વચ્છ થશે. અને આનંદની ઉર્મિઓને આવિર્ભાવ થશે. ભલે ગંગા વિગેરે નદીઓમાં સ્નાન કરી અને ચોસઠ તીર્થોની યાત્રા કરે. પણ ધર્મધ્યાનને ભૂલે નહિ. બાર ભાવનાઓ ભાવવા માટે પણ ટાઈમ કાઢે ત, કરેલ સ્નાન અને યાત્રાએ સફલ બને. એટલે દ્રવ્ય અને ભાવથી જે મલીનતા છે તે ટળી જાય.
ઘરમાં અંધકાર હોય છે ત્યારે મૂકેલી વસ્તુઓની માલુમ પડતી નથી. તેથી દીપક કરવો પડે છે. અને વસ્તુઓ દેખાય છે. પણ તે દીવ દિવેલ હોય ત્યાં સુધી પ્રકાશ આપે છે. તેમજ મેટરમાં પેટ્રોલ હોય ત્યાં સુધી ઈષ્ટ થલે પહોંચાય છે. પરંતુ તેલ અને પેટ્રોલ ખલાસ થતા તે દીપક બુઝાય છે. અને અંધકાર ફેલાય છે. તેમજ મોટર અટકી પડે છે. પરંતુ દિલ દરિયામાં તે અખંડ દીવો છે. તે કદાપિ બુઝાતું નથી. કાયા-માયા પડી જાય તે પણ તે દીપક પ્રકાશ આપતે રહે છે. તેને કોઈ પ્રકારના વિદને નડતા નથી. અગ્નિ તેને બાળ નથી. પાણીની અસર તેને લાગુ પડતી નથી. વાયરાને વેગ તેને શાંત કરતું નથી. એ
For Private And Personal Use Only