________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરીક્ષણ કરી, તેમાં રહેલ પ્રજાને—અધિકારી-શેઠ-શાહુકાર-શંકર-કિકર વિગેરેને પણ જોયા હશે. પણ એક નગરી જોવાની બાકી રહી છે. તે કઈ ? તમારી પાસે છે. દૂર નથી. તે નગરી દેહ નગરી છે. તેમાં અન્યત્ર પરિભ્રમણ કરતી, માનસિક વૃત્તિઓને ખરેખર વાળી, તપાસ કરા ત્યારે આત્માના અનુભવ આવશે. પાંચ ઇન્દ્રિયાથી કે મનની વૃત્તિએથી અનુભવ આવવા દુઃશકય છે. કારણ કે, તેનો સ્વભાવ અનાદિકાલથી બહાર ભટકવાના છે, માટે તેઓને ખરાખર પાછી વાળી, એકાગ્રતા ધારણ કરવાપૂર્વક દેહ નગરીમાં જોવાની ખાસ જરૂર છે.
દેહ નગરીમાં અસંખ્ય પ્રદેશી—અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ગુણાને ધારણ કરનાર, આત્મા, ખીરાજમાન રહેલા છે. પરંતુ વિષય કષાયાદિના અલ વડે દખાએલ છે. તેથી સાંસારિક સુખના અભિલાષીઓને હાથમાં આવેલ નજરે પણ દેખાતા નથી. કારણ કે તેઓને વિષય વિલાસામાં પ્રેમ હાવાથી કયાંથી અનુભવમાં આવે. અનુભવ તેા, મન, વચન અને કાયાની બહાર ભમતી વૃત્તિઓને તથા પ્રવૃત્તિઓને, વાર વાર વાળનાર જ્ઞાનીજનને આવે છે. તે સિવાય જે સત્ય છે અનુભવ તે આવતા નથી. કારણ કે મહાર પરિભ્રમણ કરતી તે વ્રુત્તિઓ અને પ્રવૃત્તિઓ દ્વારા ઘણા કર્મારૂપી ઝાંખરા અને ચીકાશ આત્માને વળગેલી છે. તેથી તેણીઓને દૂર કર્યા સિવાય આનંદાનુભવ કયાંથી આવે ? એક શેઠની માફક—એક શેઠ ધીના, તેલાદિકનો વેપાર
For Private And Personal Use Only