________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેકની વાડ કરે. તેથી જ દિવસ રળીઆમણે બનશે. નકામે વૃથા જશે નહિ. હવે આત્મક્ષેત્રનું ખેડાણ કરી, ઉપદેશ વૃષ્ટિ ધારણ કરીને બીજને વાવ્યું. તથા વિવેકની પાળ બાંધી. અને અલખના બીજ જે વાવ્યા છે તેથી સઘળી સાધન સામગ્રી મળતાં મેલ ઉગવાની તૈયારીમાં છે. પણ નગુરુરા પંખીઓ એટલે જેઓને અસંખ્ય પ્રદેશી આત્મામાં શ્રદ્ધા નથી, અને સદગુરુનો ઉપદેશ સાંભળવાની જેને રૂચિ નથી, એવા ગુરુ વિનાના પંખીઓને ઉડાવવા માટે તું તૈયાર થજે, અગર સદ્ગુરુને ટોયા તરીકે સ્થાપન કરજે. એટલે સદ્દગુરુને આત્મજ્ઞાની, સૂરિમહારાજની ટકેર અગર કશ વચનોને સ્વીકાર કરી જે આત્મવિકાસ રૂપી મેલ તેયાર થએલ છે તેનું રક્ષણ કરજે, પ્રમાદ આળસ પણ કરતા નહિ. તેમજ શ્રદ્ધા વિનાના માણસોની સબત અગર તેની સાથે વાતચિત પણ કરતા નહિ. જે ટેયારૂપી સદ્દગુરુની ટકરને હૈયામાં સ્થાપન કરશે તે નગુરુરા પંખીઓ ઉડી-ઉડી જશે. અન્યથા તે જે વિકાસ સધાયે છે તેમાં આવરણ આવશે. પ્રમાદ–આળસને આવવાને અવકાશ મળશે. માટે ટેયાની તેમજ ટકરની પણ ઘણું જરૂર છે. કારણ કે અનાદિકાલના સંસ્કાર હોવાથી આત્મક્ષેત્રને ખેડવામાં જીવ પ્રમાદી–આળસુ બને છે. નિન્દાવિકથા વિગેરે વહાલા લાગેલા છે.
આવા ઝાંખરા હોવાથી બરોબર ખેડાણ પણ થઈ શકતું નથી. સારે માલ તૈયાર કરવામાં અગર સુંદર ફલ
For Private And Personal Use Only