________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
ખેતરને ખેડવાની તૈયારી કરે છે. તે અરસામાં પેાતે શંકા ધારણ કરવા લાગ્યા કે પ્રથમના ક્ષેત્રની માફક આ ક્ષેત્રમાં ખાર તથા ઉધેઈ હશે તેા પાકશે નહિ. આ મુજબ સ્વયં શકાતુર હાવાથી એકેય ખેતર ખેડી શકો નહિ. તેને કહેનારા પણ એવા મલ્યા કે પટેલ શકાતુર અને. તેથી એકેય ખેતરના ખેડાણના અભાવે અનાજ પાકયું નિહ. તેથી તે તથા પિરવાર ઘણા દુઃખી થયા, આ મુજખ અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં ખેતી કરવાને તૈયાર થએલને એવા એવા આવી મલે છે. અને વિવિધ શકાએ કરાવીને તૈયાર થએલ ભાગ્યશાલીને હતાશ બનાવે છે. શંકા, મનુષ્યને હતાશ અનાવી વ્યાવહારિક કાર્યો તથા ધાર્મિક કાર્યો રીતસર કરવા દેતી નથી. ને તેઓને ભવેાભવ વિડંબનાએ ઘેરી લે છે. માટે સમ્યગ્ જ્ઞાનીના વચનમાં, ઉપદેશમાં, શંકા લાવવી જોઇએ નહિ. સમ્યગ્ જ્ઞાની તમેને પીડાજનક-શાક સતાપ વિગેરે ઉત્પન્ન થાય તેવા ઉપદેશ કદાપિ દેતા નથી. એ તા નિ:કારણ, એટલે કારણ વિના, સ્વાર્થ વિના, જીવાત્માનુ કલ્યાણ થાય તેવા ઉપદેશ સદાય આપતા રહે છે. શંકાકાંક્ષા વિગેરેના ત્યાગ કરી તેમના ઉપદેશ મુજબ વર્તવામાં આવે તે આ લેાકમાં પણ આધિ, ઉપાધિ, વ્યાધિ, ટળે. માટે સદ્ગુરુ કહે છે કે આત્મામાં રહેલા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, વિગેરૂપી જે આંખરાએ ઉગ્યા છે; તેના ત્યાગ કરી સદ્ગુરુની વાણીની વૃષ્ટિનું તે ખેતરમાં સિંચન કરે!. ખેડાણ કરવાપૂર્વક સમકિતનું બીજ વાવી,
For Private And Personal Use Only