________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓને દૂર કરવાની સુગમતા અને સરલતા થશે. તે દૂર થયા પછી અલખના બીજ વાવજે. અલખ એટલે નજરે દેખાય નહિ, મન, વચનથી પણ જાણી શકાય નહિ. એવા સાકારી કે નિરાકારી અરિહંત કે સિદ્ધો છે. તેઓના ગુણોને ગ્રહણ કરવા નમો અરિહંતા, નમો સિદ્ધાળા વિગેરે પરમેષ્ટિના નામરૂપ બીજને વારંવાર વાવે. એટલે તે બીજના જેરે વિષયકષાયના ભઠે, ગેખરૂ, અને ઝાંખરાઓ ઉગશે નહિ. કદાચ ઉગે તે ખ્યાલ રાખી દૂર કરવા કોશીશ કરવા ખામી રાખશે નહિ. અને વાડ, સમ્યકત્વ–સમકિતની કરજે કે, જેથી અદેખાઈ, નિન્દા, તિરસ્કાર વિગેરે પશુઓ તથા પંખીઓ આવી બગાડે નહિ. માટે ખાસ વાડની જરૂર રહેવાની જ. વાડ વિના અને પાળ વિના વાવેલા બીજનું રક્ષણ થઈ શકે નહિ. કારણ કે પશુઓ અને પંખીઓને એવા સ્વભાવ છે કે લાગ મળતાં ખેતરમાં પેસી ખાવા માંડે. આમાં શંકા કરવા જેવી નથી. શંકા કરશે તે ધાર્યા મુજબ લાભ લઈ શકાશે નહિ.
એક પટેલની માફક–એક પટેલની પાસે ઘણું ખેતર હતા. પરંતુ તે શંકાતુર બની એક પણ ક્ષેત્ર ખેડી શકતા નહિ. કદાચિત ખેડવા તૈયાર થાય તેટલામાં કોઈ આવી, એવું મગજમાં ભુસુ ભરાવે કે, અલ્યા ? ખેતર ખેડીને બીજ વાવીશ તે પણ મેલ પાકશે નહિ. કરેલી મનગમતી મહેનત ફેગટ જશે. કારણ કે જમીનની અંદર ખાર છે. તેમજ ઉધેઈને પાર નથી. આ મુજબ સાંભળી બીજા
For Private And Personal Use Only