________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસે જા, અસંખ્ય પ્રદેશી આત્મક્ષેત્રને ઓળખ. અન્ય ક્ષેત્રોના ખેડાણમાં ખરેખર સાચુ સુખ આપનાર ખેતરને ભૂલી જવાયું છે. તેની સામે નજર સરખી પણ કરી નથી. માટે સદગુરુની પાસે જા. એકાગ્રતાએ જે ઉપદેશ આપે
તે સાંભળ.
આત્મિકક્ષેત્રમાં અનાદિકાલથી માયા, મમતાના યોગે વિષય કષાયેના વિચારો અને વિકારરૂપ ભંઠ, ગોખરૂ, અને નકામા જાળા વળગ્યા છે. તેને કાઢડ્યા સિવાય ખેડાણ થવું અશક્ય છે. જ્યારે તે ભંઠે વિગેરેને કાઢવાને પ્રયાસ કરશે ત્યારે જ ખેડાણ બની શકશે. માટે પ્રથમ ખેડાણ કર્યા પહેલાં તેવા વિચાર, વિકારને દૂર કરે. આમ સદ્ગુરુ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે. આમ ઉપદેશરૂપી વાણીની વૃષ્ટિને ચિત્તમાં ધારણ કરે. અરે વીરાઓ? તમેએ ઉપદેશરૂપી વાણીને હૈયામાં રીતસર ધારણ કરી તેથી આજનો દિવસ રળીઆમણે છે. આનંદ ઉપજાવનાર છે. હવે ખેતરનું ખેડાણ કરવા કિયારૂપી કોદાળી લઈ, વિષય કષાના ઝાંખરાઓને દૂર કરે. તેથી રીતસર ખેડાણ થશે. ખેડાણ થયા પછી હૈયામાં જે ઉપદેશરૂપી પાણીની વૃષ્ટિ ધારી રાખી છે, તે વૃષ્ટિને રીતસર ની કરીને અસંખ્ય પ્રદેશી ખેતરમાં લઈ જાઓ. અને જે નીક કરી છે તે તૂટી જાય નહિ તે માટે વિવેકની પાળ બાંધો. તેથી ઉપદેશની વૃષ્ટિ વૃથા બહાર જશે નહિ. ખેતરમાં બરાબર પરિણામ પામશે એટલે, પેલા વિકારરૂપી ઝાંખરા નરમ પડશે અને નરમ પડ્યા પછી
For Private And Personal Use Only