________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશક્ત બનતાં રીતસર બની શકતા નથી. એટલે ધર્મની આરાધના કરવા માટે સાત્વિક વસ્તુઓથી દેહની સંભાળ રાખવી પડે. અન્યથા તે દેહને પુષ્ટ કરવાની જરૂર નથી. જેમતેમ રાજસિક અને તામસિક વસ્તુઓ વાપરવામાં આવે તે માનસિક વૃત્તિઓ વશમાં રહેશે નહિ. અને કાયાની પ્રવૃત્તિઓને ઉન્માર્ગગામી બનાવશે. માટે કાયાની સંભાળ અગર પિષણ આત્માની ઉન્નતિ માટે જ કરવી જોઈએ કે જેથી મોક્ષપદ-પરમપદ પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી સર્વ પ્રકારે શાંતિ રહે. અનુકુળતાએ જીવન પસાર થાય. નહિતર અધર્મના ગે ભવોભવ દુઃખની વિડંબનાની પરંપરા વધારી દુઃખી દુઃખી થવાનું જ. યાતના સંકટ વગેરે જે દ્વારા વધે તેવા સાધને અગર કાયાથી શું લાભ મળવાને માટે સંવેગ-વૈરાગ્યમાં માનસિક વૃત્તિઓને વાળી, આત્મવિકાસને સાધે કે જેથી ચિકણાં કર્મો દૂર ખસે અને સત્ય શાંતિ હાજર થાય. હાટ માંડવું હોય તે એવું હાટ માંડજો કે શિવપુરની વાટ દેખાડે. પણ દુર્ગતિની વાટ દેખાડે એવી દુકાન માંડશો નહિ. પિસાઓ પિદા કરવા હોય તે પુણ્યવાટ હસ્તગત થાય તેવું હાટ માંડશે. અન્યથા તે પૈસાઓ પાપબંધની વાટ-માર્ગ દેખાડશે. કાયા દ્વારા તે યોગે દરેક વ્યવહારના કાર્યોમાં એવી વાટ લેશે કે, પાપ ઓછુ થાય અને પુણ્યની વાટમાં પ્રેમ વધે. એ માર્ગ–રસ્તો લેજે કે જેથી પરંપરાએ આધિ-વ્યાધિ અને ઉપાધિની વિડંબના ભાગતી જાય. અને સુખશાંતિને આવવાને અવકાશ મળે.
For Private And Personal Use Only