________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારા પારસમણિની માગણી કરાવીશ, અને પિતા પણ પ્રેમે આપશે. આ મુજમ વિચારણા કરે છે. તેવામાં એક ખલવાન્ અને રૂપાળા વર સાથે તેણીને પરણાવી. તેણીએ પેાતાના પતિને કહ્યું કે મારા પિતા તમેાને માગણી કરવાનું કહે ત્યારે પારસમણિની માગણી કરો. આ સિવાય અન્ય વસ્તુની માગણી કરતા નહિ. પારસમણિના ચેાગે નૃપતિની સમાન સાહ્યબીવાળા આપણે થઈશું. તેના પતિએ જ્યારે તેના સસરા પાસે પારસમણિની માગણી કરી ત્યારે પુત્રીના પ્રેમથી તેને અર્પણ કર્યાં, અને ઉદાર મનથી વિચાર કરવા લાગ્યા કે મારી પાસે સાત પેઢી સુધી ખૂટે નહિ તેવી સેનાના ચગે સાહ્યબી છે. ભલેને દીકરી અને જમાઈ મારા સરખા વૈભવિવલાસા વાળા અને, દીકરા થાય અને આ સઘળી સપત્તિને ભાગવટો કરે એમ કહી શકાય નહિ. દીકરી પણ ઢીકરા જેવી છે. આમ ધારણા કરી ખુશીથી પારસમણિ અર્પણ કર્યો હતા. પણ જ્યારે જમાઈના હાથમાં પારસમણિ આવ્યા ત્યારે અજ્ઞાની જડ જેવા તેણે આ પથ્થર શું આપશે. મારી સ્ત્રીએ મને આ સિવાય અન્ય વસ્તુઆ માગવામાં છેતર્યા, અને આ પથ્થરની માગણી કરાવી, અને પિતા ઉપર ઘણા પ્રેમ હાવાથી ખીજી સુંદર વસ્તુની માગણી કરાવી. નહિ. આ મુજબ વિચાર કરી રહેલા છે. તેવામાં જાનને વળાવી લુહાર સ્વગૃહે આવ્યો. જાનની સાથે આ વરવહુ માફામાં બેસી પેાતાના વતન તરફ વળે છે. તેવામાં ભાતુ ખાવા જાને પડાવ નાંખ્યા. દંપતિ પણ ભાતુ ખાવા બેઠા.
For Private And Personal Use Only