________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
થતા અત્યંત વલે પાત–સંતાપ થયે. કહે? શું ફલ મેળવ્યું માટે રામાના રૂપમાં એટલે પિતાની કે પારકાની રામાસ્ત્રીમાં તથા તેના રૂપરંગમાં રાચીમાચી રહેવું નહિ. અને પિતાનું સ્વરૂપ જે સત્ય છે તેને નિહાળવામાં સદાય તત્પર બન. સદાય તત્પર બનાય નહિ તે, નિજરૂપ જેવાની બાર તિથિઓ, શાસ્ત્રકારોએ ફરમાવેલ છે, તેમાં આરાધના કરવા પરાયણ બન. અગર બે ઘડી દશ મનના, દશ વચનના અને બાર કાયાના દેને નિરખવા પૂર્વક તેઓને ટાળવા સામાયિક કર. સમતા તરંગમાં સ્નાન કર. તેથી આત્મરૂપનું ભાન થશે. આનંદને અનુભવ આવતાં સંકલ્પ વિક સ્વયમેવ ટળી જશે. માટે રૂપરંગનો મેહ મૂકી નિજરૂપને નિરખવા લક્ષ દેવાની પણ જરૂર છે. દુન્યવી પદાર્થોમાં રાચમચી રહેવું તે ફંદ છે, મેહમાયાની જાળી છે. તેમાં ફસાએલને કદાપિ સુખશાંતિનો અનુભવ આવતો નથી. કંટાળે સદાય રહેલું હોય છે. માટે આવા ફંદમાં ફસાઈને શા માટે વસમી વિપત્તિને ભેગ બને છે. કાંઈક સમજ. દુન્યવી પદાર્થોમાં રાચામાચી રહેવાથી માતપિતા ભાઈ દીકરા વિગેરેના સંબંધ સાચવવા ઘણે પ્રયાસ કર્યો. પણ તે સંબધો તારા વડે સચવાયા છે? ક્યાંથી સચવાય, તે જ પદાર્થોને માટે જેવાં કે, જર, જમીન અને જેરૂ માટે ઘણે ઉત્પાત મચાવ્યા. તકરાર -કલેશ-કંકાસ કર્યો. તે આવી મેહની જાળમાં શા માટે પ્રયાસ કરી દુઃખી થાય છે. સંબંધે રીતસર સાચવવામાં ઘણું યેગ્યતા રાખવી પડે.
For Private And Personal Use Only