________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વિપાક મેગે સુખ દુઃખના ભક્તા બનાય છે, શુભ કરણ કરશે તે સુખના સાધને મળશે. અશુભ કરણ કરવાથી સુખના સાધને ક્યાંથી મળશે? દુઃખના નિમિત્તે હાજર થવાના. માટે મળેલા શુભ અવસરમાં એવી કરણી કરે કે દુઃખના સંગે ઉપસ્થિત થાય નહિ. અને સુખને અનુભવ કરે હોય તે સમ્યગ જ્ઞાનને મેળવે. કારણ, સમ્યગુ જ્ઞાનથી દુઃખે આવી લાગે તે સમયે મુંઝવણમાં પડાતું નથી. અને તે વખતે સહન કરવાની તાકાતને આવિર્ભાવ થાય છે. એટલે તે વેળાએ દુખ જેવું ભાસતું નથી. પરીક્ષા તરીકે મનાય છે. માટે સુખમાં અને દુઃખમાં સમ્યગ જ્ઞાનની જરૂર છે. સુખના સગે પણ જે જ્ઞાન હશે નહિ તે મુંઝવણ ઉભી કરશે. અને આસક્ત બનતા એવા કર્મો બંધાશે કે અસહ્ય વિડંબના ભોગવતા પણ છૂટશે નહિ. માટે મળેલા અવસરને સફલ કરવા સમ્યગુ જ્ઞાનની સાથે સમ્યકુ ચારિત્રની પણ આવશ્યકતા છે. જ્ઞાન અને તે મુજબ કિયા હશે તે જ ધર્મસાધન સાર્થકતા ધારણ કરશે. માટે મનુષ્યભવમાં આજ કરવાનું છે. પેટ પરિવારાદિકને વલેપાત રહેશે નહિ. પિટ પરિવારાદિકનું પિષણ, જ્ઞાન ક્રિયા યે જ થઈ શકે છે. અને ચીકણું કર્મ બંધાતા નથી. માટે સુંદર રૂપવતી સ્વનારીના રૂપમાં પણ મુગ્ધ બનવું તે પણ સ્વહિતની હાની છે. ગુરૂદેવ કહે છે કે, રામાના રૂપમાં રાચી પિતાના આત્માનું રૂપ નિરખ્યું નહિ, તેમાં જ સુખ માની લેવાયું. પણ અંતે તેને વિયેગ
For Private And Personal Use Only