________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
વિત્યા પછી વલેપાત કરશે તે પણ કાંઈ વીતેલે અવસર પાછો વળશે નહિ. સંસારમાં સંબંધ વડે સારા સંગે મળ્યા છે. તેમાં હર્ષને ધારણ કર નહિ. કારણ કે તે સગોને વિગ થતા વિલંબ થશે નહિ. માટે તે સંબંધમાં હરખને ધારણ કરી આસક્ત બનીશ નહિ. શા માટે હરખાય છે. હરખમને હરખમાં જે અગત્યનું, આવશ્યકનું સાધવાનું હશે તે સધાશે નહિ. અને માયા–મમતાનું જોર વધશે. માટે તે સંબંધોમાં આસક્તિને ત્યાગ કરી ભવિષ્યમાં, પરલેકમાં આધિ-વ્યાધિ-વલોપાત ટળે એવું કાર્ય સાધી લે. આ જગતમાં માતા-પિતા ભાઈ-દીકરા પત્ની વિગેરે પરિવારનું પિષણ કરવા અહોનિશ ચિન્તાઓ કરી. પણ જે અનાદિકાલથી વૈરી-શત્રુ તરીકે રહેલા છે એવા ક્રોધાદિકને ટાળવા માટે અને સાચા સુખને અર્પણ કરનાર, અને અવસરને તથા દુન્યવી સાધનેને પણ સફલ કરનાર, આત્મિક ગુણેને જે વિકારોથી દબાણ રહેલું છે તે દબાણને ટાળવા માટે તથા તે ગુણોને પુષ્ટ બનાવવા માટે લક્ષ દીધું નહિ. તેથી વિવિધ યાતનાઓને ભેગ થવાનો વખત આવ્યો. અવસર મળ્યો ત્યારે નિન્દા, વિકથા વિગેરે પ્રમાદમાં ગાળ્યો. અને જે કર્તવ્ય હતું તેનું વિસ્મરણ થયું. અને ધર્મસાધના કરવાનું ભવિષ્યકાળને ભળાવ્યું. ભવિષ્યકાળમાં વર્તમાનકાળની તેયારી. હશે તે ધર્મસાધન થશે. ભવિષ્યકાલને સફલ કરનાર વર્તમાનકાળ યવંતે હવે જોઈએ. વર્તમાનકાળમાં કરેલ, શુભ અગર અશુભ કરણી ભવિષ્યમાં વિપાક દેખાડે છે.
For Private And Personal Use Only