________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જઈને ઘરમાં રાખ્યા છે. હારી વહુની પાસે છે. છતાં આપતી નથી. અહિંથી લીધા વિના હવે પાછો જઈશ નહિ. આ મુજબ સાંભળી પેલીએ બરોબર તેફાન કર્યું. કજીએ ઘણે કર્યો, પણ દાગીના આપ્યા નહિ. આબરૂ સાથે દાગીના પણ ગયા. બેઆબરૂ થયે. હવે તેને વિશ્વાસ, સ્વજનવર્ગ પણ રાખતા નથી. છેવટે દીન-હીન બને. માટે આવી દશા. આવે નહિ તે માટે જે જે દે છે, તેઓને ત્યાગ કરી રદ્ધિ-સિદ્ધિનું રક્ષણ કરે. રદ્ધિ-સિદ્ધિ પણ પુણ્યાગે મળે છે. પરંતુ તેને પરદારા સેવનમાં તથા ઘણા મોટા આરંભ-સમારંભમાં વાપરવામાં આવે તે પુણ્યની સાથે રદ્ધિ-સિદ્ધિ ખતમ થાય છે. ખતમ થતાં માણસે દીન-હીન બની દુઃખદાયી અવસ્થામાં આવી પડે છે. માટે ચેતીને સંસારમાં વર્તન રાખે. સંસારમાં ચેતવાના, તરવાના, સન્માર્ગે આરૂઢ થવાના ઘણા નિમિત્તો–સંગે મળી આવે છે. અને આબરૂપ્રતિષ્ઠા-પુણ્ય-પૈસા તથા શારીરિક તાકાતને ગુમાવવાના પણ ઘણા અને પુનઃ પુનઃ કારણે મળી આવે છે; સાધને સુખજનક છે. દુઃખજનક અને દુઃખની પરંપરાને વધારનાર પણ સાધનને પાર નથી. માટે બુદ્ધિ –મતિ હોય તે તેનો ઉપયોગ કરી તે મળેલા સાધનો, સુખજનક, અને સુખની પરંપરા વધારનાર બને તે મુજબ કષ્ટ સહીને પણ વર્તન રાખો. તે કોઈ પણ દુઃખ-કણ આપવા સમર્થ નથી, પિતાના અપરાધે-ભૂલેથી જ અનિષ્ટ સગાને આવવાને અવકાશ મળે છે, કંટકતરને વાવી,
For Private And Personal Use Only