________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વગૃહે આવી. દીકરાને પરણાવી અધિક ખુશી થઈ. ચાર માસ વ્યતીત થયા તોપણ તે દાગીના પાછા આપવા આવી નહી. પુત્રાદિક વારે વારે કહેવા લાગ્યા. જે દાગીના પેલીને આપ્યા છે. તે આપવા આવી નથી. માટે જાતે તેની પાસે જઈને માગણું કરે. તે રાંડ પાછા આપવા આવશે નહિ. લેભીએ પદારાની પાસે જઈને માગણી કરી ત્યારે કહેવા લાગી. આવી અધીરાઈ શી? તે દાગીના શું અમે ખાઈ જઈશું. પુત્રવધુ તે દાગીના પહેરી પીયર ગઈ છે. તે અહિં આવશે ત્યારે પાછા મેકલી આપીશ. પાછા ઘેર જાઓ. પ્રીતની રીત તે જાણો. જલદી માગતા શરમ આવતી નથી. શું અમે તે દાગીના ગળી જઈશું ? આ મુજબ સાંભળી વધારે નહિ બેલતે તે ઘરે આવ્યું. છાને માને. ચૂપ થઈને બેઠે.
સગાંવહાલા પૂછે છે કે, દાગીના અને પચાસ રૂપૈયા લાવ્યા છે ? શે ઉત્તર આપે? ઘણું કહ્યું ત્યારે ઠાવકુ મુખ રાખીને કહ્યું કે, બે મહિનામાં આપી જશે. ઉતાવળ શા માટે કરે છે. તે ખાઈ કે ગળી જવાની નથી. માટે ધીરજ રાખે. આપી જશે. બે ત્રણ માસ વિત્યા છતાં તે પાછા આપી ગઈ નહિ. તેથી સ્વજનવગે પુનઃ કહ્યું કે અદ્યાપિ પિલી આપી ગઈ નથી માટે જાઓ, અને પાછા લઈ આવે. તે તેણીની પાસે જઈને દાગીનાની માગણી કરે છે. ત્યારે મુખનો મટકે કરવાપૂર્વક કહેવા લાગી કે, જ્યારે મારી વહુ પિયરમાંથી આવી ત્યારે તમે આવ્યા હતા
For Private And Personal Use Only