________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હશે તે તરે છે. અને તે સાથે સાથે આવશે. તેના જે સંસ્કાર પડ્યા છે તે નષ્ટ થશે નહિ. વિપત્તિ વિડંબનાની ઘડીમાં સારી રીતે સહકાર કરશે. આર્તધ્યાન શેક-સંતાપાદિક ટળી જશે માટે સાચુ નાણું જે બતાવેલ છે તેમાં પ્રીતિ રાખ? જન્મ, જનની, અને જન્મ ભૂમિકાને સફલ કર ! કે જેથી પ્રાપ્ત થએલ મોસમ, અને અવસર ફેગટ જાય નહિ. ધીરધારને ધધો કરનાર, ગાનતાન-વિષયના વિકારોમાં મોજમજા માણતા નથી. તે સમજે છે કે મે જમજામાં મગ્ન બનવાથી દેવાદાર ધીરેલ નાણ જલ્દી આપી શકતા નથી. આમ સમજી દેવાદારની પાસે જઈને ઉઘરાણી કરે છે. ભલે પછી પ્રાતઃકાલ હોય કે બપોરે કે સાંજે. તથા શીયાળ હોય કે ઉનાળે હાથ કે વર્ષાદ ધમધોકાર વર્ષ તે હોય તે પણ ચીવટ-લાગણી રાખીને તેને ઘેર જાય છે. ત્યારે પિતાના ઘરમાં જે ઉઘરાણી કરવાથી પ્રાપ્ત થએલ હોય તેનો સંગ્રહ કરે છે. તેથી પેટ પીડા ઢળતી જાય છે. પેટ પીડા ટાળનાર ઘણા હોય છે. પણ માનસિક ભૂખ પડાને ટાળનારા ઘણા ઓછા હોય. તેથી તેઓ મનુષ્ય જન્મને સફલ કરવા બેનસીબ રહે છે. ભલે પછી છ ખંડનું સામ્રાજ્ય મળ્યું હોય, સત્તા-સમૃદ્ધિ-અને પરિવારથી સંપન્ન હોય તો પણ મનની પીડાએ ટળતી નથી. ઉલટી વધતી રહે છે. માટે માનસિક પિડાને ત્યાગ કરવા, તેમજ આત્મિક વિકાસ કરવા પ્રમાદઆળસ કર નહિ. સંગ્રહ કરેલ, સંગે મળેલ હોવાથી સાથે આવશે નહિ. અને કેઈની પણ સાથે આવેલ નથી. એક તલભાર
For Private And Personal Use Only