________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરી ચાલવા માંડ્યું. ચાલતા ચાલતા માર્ગે મહટ કે દેખી ત્યાં ભાતુ ખાવા માટે બેઠા. ભાતુ ખાઈ રહ્યા પછી પાણી લાવવા મિત્રને કહ્યું. મિત્ર કુવામાંથી પાણી લે છે તેવામાં પેલા માણસે પાસે આવીને ધકકો મારી તેને કુવામાં નાંખી દીધે. કુવામાં ઘણું પાછું હોવાથી જીવનનો બચાવ કરી શક્યો નહિ અને મરણ પામે. મિત્રના મરણ પછી પિલે હર્ષાતુર બન્યા અને વિચાર કરતો પાણીનું પાન કરી આગળ ચાલે છે તેટલામાં સાપના દરમાં પગ પડવાથી સાપે દંશ દીધે. સર્વ અંગે વિષ વ્યાપ્ત થયું. બચવા માટે ઘણું પિકાર કરે છે પણ ભરજંગલમાં કેણ સાંભળે ? છેવટે હાય હાય કરતે તે પણ મરણ પામી દુર્ગતિનું ભાજન બને. વિશ્વાસઘાતી મહા પાપી કહેવાય છે. તે પાપના ઉદયે મનુષ્યને સુખશાંતિ ક્યાંથી મળે? એક તો નીચ–હલકે ધંધો કરે છે અને બીજી તરફ વિશ્વાસઘાત કરે છે અને વિશ્વાસઘાત કરીને મેળવેલ ધન દ્વારા સુખશાન્તિ મળશે. દુઃખ ટળશે એ વિચાર કરીને મનમાં મલકાય છે. પરંતુ કરેલ મહાપાપ, તેવા લેભીની બરાબર ખબર લે છે માટે લેભી બનવું નહિ અને વિશ્વાસ કદાપિ જીવંત પર્યત પણ ધમાં કરવો નહિ. લેભી પિતાના સ્વાર્થો સાધવા ખાતર વિવિધ પાપસ્થાનકે સેવ હરખાય છે. ખરો, પણ તે હર્ષ ટક્તો નથી. એવા સંગ–નિમિત્તે મળતાં તે હરખને બદલે શોક-સંતાપાદિક આવીને હાજર થાય છે. કદાચ પુણ્યદયે વિન–વિડંબનાવિપત્તિ આવતી
For Private And Personal Use Only