________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
વાની વૃત્તિ ક્યાંથી થાય? વધારે કરવાની ભાવના પૂરેપૂરી હેવાથી પ્રથમ આબરૂ–સાખ પડે તે માટે ન્યાયનીતિ મુજબ ચાલવા લાગ્યો. તેથી ઘણા માણસોને તેના ઉપર વિશ્વાસ બેઠે. એકદા તેને મિત્ર પાસે આવી છાને માને કહેવા લાગે કે આ ગામમાં ધંધે, વ્યાપાર, સારી રીતે કમાણી થાય તે મુજબ ચાલતું નથી. અને સારી રીતે કમાણી થાય તે જ સુખશાંતિમાં દિવસે તથા જીવન પસાર થાય. પરંતુ, આ ભાઈને ખબર નથી કે પાપસ્થાનકે સેવી પેદા કરેલા પૈસા, શારીરિક અને માનસિક પીડાઓને અને ચિન્તાએને હઠાવી શકશે નહીં. ઉલ્ટી તે પીડાઓ અને ચિન્તાઓ ઉપસ્થિત કરશે. સુખશાંતિને લાભ લે હોય તે સંતોષ રાખી સંપત્તિનો સદુઉપયોગ કરવો, આવો ખ્યાલ લેભી લાલચુને ક્યાંથી હોય? મિત્રની વાત સાંભળી અધિક ધન મેળવવા બન્ને જણ તૈયાર થયા. એક શહેરમાં આવી ધમધકાર વ્યાપાર કરવા લાગ્યા. ચામડા વિગેરેને નીચ-હલકે ધધ કરીને ધન તે મેળવ્યું. પણ ધર્મને ભૂલવાથી તદ્દન નીચ માનસિક વૃત્તિને લાગ ફાવ્યો. અને અન્ય અન્ય વિચાર કરવા લાગ્યા કે આજે કમાણી થઈ છે તેમાંથી અડધે ભાગ પડશે. સઘળી મિલ્કત હાથમાં આવશે નહિ. માટે એ ઉપાય કરે કે મિત્ર મરણ પામે. આ વિચાર બીજા મિત્રને પણ આવ્યો. મહેમાંહી એકબીજાને મારી નાંખવા લાગ તપાસે છે. પણ લાગ મળતું નથી. માર્ગે લાગ મળશે. આમ ધારણા રાખી બે જણાએ સઘળી મિલ્કતની સેનામહોરે ખરીદી, વાંસળીમાં
For Private And Personal Use Only