________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
આવ્યા. શરીરે લેહી ચટેલ હેવાથી કીડીઓ વિગેરે આવીને કરડવા લાગી. પણ લેશમાત્ર ચલાયમાન થતા નથી. શરીરને ચાલણી જેવું બનાવ્યું તે પણ કોધ કરતા નથી. તેથી ઘણું પાપકર્મોની નિર્જરા થઈ અને ધર્મધ્યાનના ગે સદ્ગતિ પામ્યા. અને અનુક્રમે પરમપદને પામશે. આ પ્રમાણે વિષય કષાયના અવળા ઘાટે મુનિરાજના ઉપદેશદ્વારા તથા પિતાની વિચારણાના યોગે ઓળંગી ગયા અને એક્ષપંથે વળ્યા ત્યારે જ સદ્ગતિને પામ્યા. આ પ્રમાણે અરે મુસાફર ચેતનજીવિષયાદિના વિકારોના અવળા ઘાટ-વિષમમાર્ગોને ઓળંગી પિતાના સાચા સુખના સુગમમાગે ગમન કરે. જે સદ્દગુરુ બુદ્ધિસાગર સુરીશ્વરજી ફરમાવે છે કે આ શિવ-મોક્ષમાર્ગ, સંસારના સુખમાં રસિલાને ઘણે જ દુષ્કર છે. ભલે પછી તે રસિલાઓ યુવાન હોય કે વૃદ્ધ હોય, તે બાલક જેવા કહેવાય. બાલક, વિષમ પંથને ઓળંગી શકતે નથી. તેને શિર સાટે માર્ગ છે. શર સાટે એટલે મસ્તક કાપીને માલ લે એ અર્થ નથી. પરંતુ સંસારનું મહાકારણ અહંતા અને મમતાને મારી, તથા વિષયકષાયના આવિર્ભાને વશ કરવા, કબજે કરીને ત્યાગ કરવા. તે શર સાટે કહેવાય કે ફક્ત મસ્તક, કાપવાથી કે કાશીએ જઈ કરવત મૂકાવવાથી મુક્તિ મળતી નથી. પણ અહંકાર મમકારને મારી, અગર અહંકાર દ્વારા આત્માને ઓળખી અને આત્મિક ગુણોમાં મમત્વ ધારણ કરવાથી શિવમુખને માર્ગ મળે છે. અને તે સુખ અનુક્રમે હાજર થયેલ છે. અને થાય છે. માટે
For Private And Personal Use Only