________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાડ પાડી મેળવેલ માલ તમારે. મહેાટી થએલ સુસીમાને હું ગ્રહણ કરીશ. આ મુજબ ઘાટ ઘડી શેઠના ઘરમાં રાત્રીએ પ્રવેશ કરી સઘળી મિલ્કત ચારી લીધી. અને સુસીમાને ચીલાતી પુત્રે ઉપાડી. શેઠ જાગ્યા. તે એની પાછળ પકડવા પુત્રે સહિત દોડ્યા. ભીતિ પામેલા ચાર ચેરીને માલ મૂકી નાશી ગયા. ચીલાતી પુત્ર, સુસીમાને ત્યાગ કરતો નથી. નજીક દેડતા આવતા શેઠને દેખી તેણે સુસીમાનું મસ્તક કાપી, પિતાના હાથમાં મેહને લઈ તે મસ્તકને ગ્રહણ કરી, અધિક જોરથી નાઠે.
શેઠ અને તેના પુત્રે, કપાઈ પડેલ ધડને દેખી શેક -સંતાપ કરતા પાછા વળ્યા. પેલે તે પોતે જેરથી દેતો ભરજંગલમાં આવે છે. તે અરસામાં પ્રભાવશાલી–તપસ્વી, મુનિરાજને દેખી તેમને પૂછે છે કે, ધર્મ કયે ? બતાવ, નહિતર મસ્તક કાપી નાંખીશ. નિર્ભય મુનિરાજે કહ્યું કે ઉપશમ–વિવેક અને સંવર. આમ કહી આકાશમાર્ગે ચાલી, ગયા. મુનિરાજે ઉપદેશેલ આ ત્રણપદીને પિતાની મેળે વિચાર કરતાં ઉપશમના આધારે કોધાદિકષાયને ત્યાગ કરે તે ઉપશમ, અને જડ ચેતન વસ્તુઓની વહેંચણી કરવી તે વિવેક. અને આવતા પાપોને રોકવા–નિરોધ કરે તે સંવર. આ મુજબ વિચારણાના ચગે અર્થ સમજી તલવારની સાથે જે માથું પકડી રાખ્યું હતું તેને ત્યાગ કરવાપૂર્વક, મુનિરાજ જે સ્થલે હતા તે સ્થળે રહીને ઉપશમ -વિવેક અને સંવરની વિચારણનાયોગે બરાબર સ્થિરતામાં
For Private And Personal Use Only