________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
દુઃખદાયક–પ્રસંગે હાજર થાય છે. તેને પણ ખ્યાલ રહેતે નથી. કોધ-માન-માયા-લેભ, અદેખાઈ વિગેરેમાં એ મગ્ન બને છે. કે સઘળું જીવન નષ્ટ-ભ્રષ્ટ થાય છે. આ મુજબ વિષય કષાયના વિકારોના વિષમ-અવળા ઘાટો-માર્ગો રહેલા છે. તેમાં આસક્ત બનવાથી જે સાચા સુખની ચાહના છે. તે ઈરછા કયાંથી પૂર્ણ થશે ? એવા અવળા ઘાટેમાં તે રચાવાનું–પરિભ્રમણ કરવાનું થશે. માટે તારી મેળે વિચારવિવેક લાવી, અગર સગુરુને ઉપદેશ સાંભળી એવા અવળ માર્ગને ત્યાગ કરી સન્માર્ગના વાટે વળજે “ચીલાતીપુત્રની માફક.
એક નગરે ધનદત્ત શેઠના ઘરમાં ચીલાતી દાસી હતી. તેને પુત્ર થશે. તેનું નામ ચીલાતી પુત્ર પાડ્યું. ઉંમર લાયક થએલે આ ચીલાતી પુત્ર, શેઠની પુત્રીને રમાડતા કુચેષ્ટા કરવા લાગ્યો. તેથી તેને શેઠે ઘરની બહાર કાઢી મૂક્યો. આ બહાર ભટકતો ચોરની પલ્લીમાં ભળ્યો. બલવાન હોવાથી એરોએ તેને અગ્રેસર બનાવ્યો. ગામ નગરમાં ધાડ પાડી, લૂંટીને લોકેને ઘણે ત્રાસ આપતે. વિષય કષાયમાં આસક્ત બની પિતાનું ભાન ભૂલીને પણ પિતાને બહાદુર–શૂ માનતે વિષયના વિકાસમાં મગ્ન બનેલે બહાદુરી કયાં બતાવવી અગર શૂરાપણ કયાં સફલ કરવું તેનું ભાન કયાંથી હોય ? ધનદત્ત શેઠની સુશીમાં પુત્રી ઉપર અત્યંત કામરાગ હોવાથી, એકદા ચિને કહ્યું કે આજે ધનદત્ત શેઠના ઘરમાં ધાડ પાડવી છે. તે શેઠ ધનાઢ્ય છે.
For Private And Personal Use Only