________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
વહે છે. તે શ્વાસોશ્વાસે અરિહંત ભગવાનની યાદી કરી લે. તે સ્મરણની આત્મા ઉપર સારી અસર થશે. અને રીતસર અસર થવાથી કર્મમલ દૂર ખસશે પછી નિર્મલ થઈશ. જે પ્રથમભવના સંસ્કાર દ્વારા વાસના વળગી છે તેથી ક્ષણેક્ષણે ખરાબ વિચારે વિકલ્પ કરી ગેટાળ વાળે છે. તે ખસી જશે. ગોટો વાળવાથી મલીન થએલા આત્માને અધિક મલીન બનાવે છે. માટે બરાબર ઉપગ રાખી, દુષ્ટ વિચારોને દૂર કરી, શ્વાસે શ્વાસે અન્તરયામીના ગુણની યાદી કરી તેમની સેવા કર, અરે મુસાફર, કાયાને ટકાવવા ખાતર કરેડ કળાએ કરશે તે પણ તે કાયા તમારી, તારી થશે નહિ જ. ભલે પછી માલમલીદા વાપરી, રસાયણદિને ઉપયોગ કરશે. અગર વિવિધ અનેક જાતિને તેલ વડે માલીશ કરશે. તે પણ કાયમ ટકશે નહિ. આયુષ્યની અવધિ પૂરી થતાં પડી રહે છે. અને જે સંસ્કારે દ્વારા વાસના પડી છે. તે સાથે આવશે. જેવી વાસના પડી છે. તેવી ગતિ મળશે. માટે સદ્ગતિનું ભાજન થવું હોય, તે સગતિમાં અનુકુળતા મેળવવી હોય તે ક્ષણેક્ષણે અરિહંત દેવને ભજી લે, કે જેથી સગતિ પ્રાપ્ત થાય. કહેવાય છે કે, ભાવભાવના ભાવીએ, ભાવે કૈવલ્યજ્ઞાન, “અરિહંત અરિહંત સ્મરતા, લાધે મુક્તિને માર્ગ. આ મુજબ ગેટાઓને ત્યાગ કરી અન્તરયામીને ભજી લે, અશુભ વિચારો અને વિકારે ખસવા માંડશે અને આત્મપ્રદેશ નિર્મલ થશે.
પાણી વડે સ્નાન કરવાથી તે ક્ષણભર કાયા ચિખ્ખી
For Private And Personal Use Only