________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
અને તે મહેલ-મકાને પડી ગયા. તેથી મહાસંકટ–વિપત્તિઓ ઉપસ્થિત થવાથી ઘણીવાર અત્યંત દુઃખી થ આમ દુઃખ-કષ્ટ સહન કરતાં પાછે મનુષ્યભવ પામે છે. હવે તે તે ભવ હારી જવાય નહિ તે માટે ખામી રાખ નહિં. એવો ઉદ્યમ કર કે, આસક્તિ ટળે અને આત્મિક વિકાસ સધાય. અનંત ભવમાં સાધ્ય ચૂકી, ઘણું ભૂલે અપરાધે તથા અનાચાર કર્યા. પણ હવે સદ્દગુરૂને બોધ પામીને ભૂલ કરીશ નહિ. અને અન્તરયામી કહેતાં આત્મિક ગુણોને ભજી લે. એટલે આત્માના ગુણેને ઓળખી, તે ગુણોને પ્રાપ્ત કરવા જીનેશ્વરના ગુણોને ગ્રહણ કરી કમ કાટને દૂર કર. જેમ પાણીના પરપોટા ક્ષણવારમાં નાશ પામે છે, તેમ કાયાના મહેલની એવી અવસ્થા છે. ક્યારેક વ્યાધિઓ અસાધ્ય રોગો, ઉપસ્થિત થઈ કાયાને નષ્ટભ્રષ્ટ કરશે તે જાણી શકાશે નહિં. સનતકુમાર ચક્રવતી હતા. એટલે ચૌદ રત્ન, છનું કરેડ ગામના નાયક હતા. તથા ચેસઠ હજાર પટ્ટરાણીઓ હતી. નવનિધિના સ્વામી હતા. રદ્ધિ-સિદ્ધિસમૃદ્ધિને સારી રીતે પ્રગટ પ્રભાવ હતો તથા ઘણુ રૂપવાન હતા. જેનું રૂપ જેવાને ઇન્દ્ર મહારાજાએ પ્રશંસા કરેલ હેવાથી બે દેવો જોવા માટે આવ્યા. નિરખીને ખુશી થયા. પરંતુ જ્યારે સ્નાન કરવા પૂર્વક અલંકારે પહેરી રાજસભામાં આવી સિંહાસને આરૂઢ થયા ત્યારે દેવે આવી પુનઃ તેમના રૂપને નિહાળે છે ત્યારે વિવિધ અનેક રોગોથી ઘેરાયેલ કાયા દેખી તે દેવે અફસેસ કરવા લાગ્યા. અફસોસ કરતા દેવને
For Private And Personal Use Only