________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
રહેલ રત્નનુ તેજ દેખે છે તેવામાં તે રત્ન દરિયામાં ગબડી પડયું. બ્રાહ્મણને પરિતાપના પાર રહ્યો નહિ. અન્ય મુસાફરો ઘણા ઠપ આપવા લાગ્યા. અનુક્રમે ઘેર ખાલી હાથે આવ્યો ત્યારે સગાવહાલાએ અને મિત્રે પણ સઘળી ખીના સાંભળી તિરસ્કાર કરવામાં બાકી રાખી નહિ. આ મુજબ કાયારૂપી રત્ન મહાકલ્ટે મળ્યું છે તેની સંભાળ રાખવા ઘણો ઉપયોગ રાખવાની જરૂર છે. જેમતેમ વકથાની વાર્તામાં, વિષય કષાયના વિચાર અને વિકારામાં વેડફી નાખવું નહિ. પુણ્યાદયથી રત્ન વિગેરે મળે છે અને કાયારૂપી મહેલ પણ પ્રાપ્ત થાય છે. છતાં નીતિ ન્યાય અને ધાર્મિક ક્રિયા દ્વારા તેની સંભાળ રાખવામાં આવે નહિ તે બ્રાહ્મણની માફક, તે રત્ન અગર મંગલા પડતાં વાર લાગતી નથી. તેથી સદ્ગુરૂદેવ કહે છે કે કાયાના મહેલ તારા નથી. શા માટે મારો માની મુંઝવણમાં પડે છે. તે તેા સાધન છે. તે દ્વારા સાધ્ય જો નહિ મેળવીશ તે અન્યત્ર ભટકવું પડશે. રોટલા તથા એસવા એટલે મળશે નહિ. કેટલાક પુણ્યહીન માણસાને તથા પશુઓને બેસવા માટે આટલે મળતા નથી. તેમજ ખાવા માટે રોટલા મળતા નથી. તેનુ કારણ એ જ છે કે જન્મ ધારણ કરવાની સાથે સાધના મળ્યા પણ સાધ્યની ખામી રહી. માટે કાયાના મહેલને મેળવી, આસક્તિના ત્યાગ કરી વિષય–કષાયના જે અધના છે તેઓને હઠાવેા. ચારાશી લાખ ચેાનિઓમાં ભટકતા ઘણીવાર કાયારૂપી મહેલા મળ્યા પણ તેમાં આસક્ત બનવાથી સ્વહિત સાધ્યું નહિ.
For Private And Personal Use Only