________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે રહેશે નહિ. કઈ પણ તારી આરાધના કરશે નહિ. જે રત્ન નહિ અર્પણ કરે તે તારી સમક્ષ મસ્તકને કાપી અર્પણ કરીશ. દેવીએ વિચાર્યું કે આ બ્રાહ્મણ મરણીયે થયું છે. જે રત્ન આપીશ નહિ તે હત્યા આપશે. છેવટે કંટાળી લાખ રૂપૈયાનું રત્ન અર્પણ કર્યું. બ્રાહ્મણ ખુશી થઈ ભિક્ષા વડે પેટને ભરતે, વચ્ચે દરિયે આવવાથી વહાણમાં બેઠે. વહાણુમાં બેઠેલા મુસાફરો સાથે વાત કરતાં દેવીની પાસેથી રત્ન કેવા કર્થે મેળવ્યું તે પણ વાત કરી. મુસાફરેએ કહ્યું કે કષ્ટ સહન કર્યા સિવાય કોઈ પણ વસ્તુ મળવી અશક્ય છે. સારૂ થયું કે તને દેવીએ રત્ન આપ્યું. હવે સંભાળી રાખજે. “વસ્તુઓને પ્રાપ્ત કર્યા પછી તેની સંભાળ રાખવામાં ઘણો ઉપગ રાખવો પડે છે. જે બરેબર ઉપગ-લક્ષ રાખવામાં આવે નહિ તે તે મળેલી વસ્તુઓને ખસતા વિલંબ થતો નથી. જોઈએ તે ખરા? કેવું રત્ન મળ્યું છે. બ્રાહ્મણે રત્નને દેખાડી તેની તારીફપ્રશંસા કરવા લાગ્યા. અને મનમાં વિવિધ વિકલ્પ કરે છે. હવે તો આ રત્નના ગે ધનાઢ્ય બનીશ. મહા મહેલ ચણાવીશ, અને મનગમતી રસવતી ખાઈને લહેર કરીશ. પુત્ર પરિવાર પણ આનંદમાં રહેશે. ગામમાં આગેવાન તરીકે પ્રસિદ્ધિ થશે. આ મુજબ રાત્રીના સમયમાં વિચાર કરે છે તેવામાં ચંદ્રમા ઉગે. પિતાના પ્રકાશથી દરેકને આનંદ આપતે દેખી બ્રાહ્મણે વિચાર કર્યો કે આ પ્રાપ્ત થએલ રત્નનું તેજ અધિક છે કે ચંદ્રમાનું. આમ વિચારી હસ્તમાં
For Private And Personal Use Only