________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે નહિ. મોક્ષમાર્ગ શૂરા થઈને સંચરતા, પુણ્યાનુબંધી પુણ્ય-અને દેશથી નિર્જરા પણ થાય છે. તેના યોગે તમારે દેહગેહની ચિન્તા રહેશે નહિ. તે પુણ્ય જે બાંધ્યું છે. તે જ તમારા જન્મ પહેલા સર્વ વ્યવસ્થા કરવા સમર્થ છે. જે તમારે બાલ્યાવસ્થામાં-યુવાવસ્થામાં–અને વૃદ્ધાવસ્થામાં સાધન સામગ્રી જોઈતી હશે તે મેળવી આપશે. જે પુણ્યાનુબંધી પુણ્યમાં ખામી હશે તે ખામી જરૂર રહેવાની જ. જન્મ થયા પછી માતાના સ્તનમાં તમારા માટે ધાવણ કે. ઉત્પન્ન કર્યું? તમારા પુણ્યથી જ ધાવણ ઉત્પન્ન થયેલ છે. નહિતર કેટલીક માતાને ધાવણ હેતું નથી. પ્રેમ તે ઘણો હોય છે. જન્મ પામનારનું પુણ્ય હેતું નથી. તે પુણ્યની ખામી છે. છેવટે બકરીના દુધને ઉપગ માતાપિતા કરે છે. તે દુધનું પાન કરીને હેટા થવાય છે. એવા બાળકને તથા પ્રકારની પુણ્યની ખામી માલુમ પડે છે. માટે એવી. પ્રવૃત્તિ કરે કે પુણ્યાનુબંધી પુણ્યના ભોગવટામાં નિર્જરી પણ થાય તે જ મુક્તિ પથે શૂરવીર થઈ સુગમતા સાથે ગમન કરી શકાય. સહજપ્રતિકુળતા આવતા કાયર–ભયભીત બનાશે તે મનની મનમાં રહી જશે. અર્થાત્ સંસારની પરિભ્રમણતા ખસશે નહિ. માટે કષ્ટ સહન કરીને મોક્ષ માગે સંચો. હવે ચતુર્થ પદની રચના કરતાં સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, સંસારની મુસાફરી કરતાં અર્થાત્ પરિભ્રમણ કરતાં ભાગ્યમે કાયારૂપી મહેલ તને મળ્યો છે. તેમાં આસક્ત બનીને તેને શાશ્વત માનતો
For Private And Personal Use Only